For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ત્રિકોણ ભાજપનું સર્કલ તોડશે?

|
Google Oneindia Gujarati News

ગુજરાત ભાજપ, એટલે કે મોદીની કર્મભૂમિ. જેણે નરેન્દ્ર મોદીને નામ આપ્યું, પદ આપ્યું અને એક વિકાસરૂપી એજન્ડા આપ્યો જેણે તેમને મુખ્યમંત્રીથી વડાપ્રધાન બનવામાં મદદ કરી. ગુજરાતમાં જ્યારે જ્યારે કંઇ પણ થયું તેને હંમેશા નરેન્દ્ર મોદી સાથે જોડવામાં આવ્યું. પછી તે પાટીદારોનો આક્રોશ હોય કે દલિતોનો અત્યાચાર. જો કે તે વાત અલગ છે કે વડાપ્રધાન બન્યા પછી મોદીએ ગુજરાતના પ્રશ્નો પ્રાધાન્ય આપવા બદલે વડાપ્રધાન તરીકે નવી મુશ્કેલીઓને પ્રાધાન્ય આપવું જરૂરી સમજ્યું છે.

એટલું જ નહીં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બન્યાને પણ બે વર્ષથી ઉપર સમય થઇ ગયો પણ આજે પણ ગુજરાતને "મોદીનું ગુજરાત" કહેવાય છે. જો કે વિકાસનો આ જ એજન્ડા આગળ ચલાવવા માટે મોદી પછી આનંદીબેન પણ પ્રયાસ કર્યો. અને જો એમ જ ચાલતું રહ્યું હોત 2017માં થોડીક ઓછી સીટો સાથે ભાજપ રડતા મરતા જીતી પણ ગયું હોત!

વરેલી શંકાસ્પદ લઠ્ઠાકાંડ: ઉડતા પંજાબ પછી વરેલી શંકાસ્પદ લઠ્ઠાકાંડ: ઉડતા પંજાબ પછી "ઉડતા ગુજરાત"?

પણ છેલ્લા એક વર્ષમાં તેવા ધણા પરિબળો સર્જાઇ ગયા. જેણે ભાજપની મુશ્કેલી મોટા પ્રમાણમાં વધારી છે. હવે તો ભાજપના નેતાઓના તે હાલ છે કે તે તેમના વિસ્તારમાં જતી વખતે વિરોધનો સામનો કરી રહ્યા છે. એક બાજુ જ્યાં થોડાક અંશે પાટીદારોને મનાવવામાં ભાજપ સફળ થઇ છે તો બીજી બાજુ હવે એક નવી જોડી ભાજપની મુશ્કેલીઓ વધારી રહી છે. અને આ જોડી છે જીજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરની. વોટબેંકની રીતે જોઇએ તો આ નવો ત્રિકોણ ભાજપ માટે ભારે મુશ્કેલી સર્જી શકે છે. કેવી રીતે વાંચો અહીં....

હવે જીજ્ઞેશ –અલ્પેશે કહ્યું હમ સાથ સાથ હૈ!

હવે જીજ્ઞેશ –અલ્પેશે કહ્યું હમ સાથ સાથ હૈ!

ભાજપ સરકારની ભીંસ વધી છે, હવે જીજ્ઞેશ -અલ્પેશે કહ્યું હમ સાથ સાથ હૈ! હાલમાં જ અમદાવાદના વેજલપુર ખાતેની રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની એક સભામાં અલ્પેશ ઠાકોરે હાજરી આપી હતી.

જીજ્ઞેષ- અલ્પેશ

જીજ્ઞેષ- અલ્પેશ

અલ્પેશ ઠાકોરે આ પ્રસંગે કહ્યું હતું કે તે અને જીજ્ઞેષ બંને સાથે મળીને રાજ્યની ઓબીસી, દલિત અને આદિવાસી જનતાને ન્યાય માટે આંદોલન ચલાવશે. તો બીજી તરફ જીજ્ઞેષ મેવાણીએ જણાવ્યું હતું કે તેઓ ઓક્ટોબરમાં મોટા પાયે રેલ રોકો આંદોલન કરશે અને સરકારને આદિવાસીઓની જમીન પરત કરવા માંગણી કરશે.

હાર્દિક પટેલ અને પાટીદારો

હાર્દિક પટેલ અને પાટીદારો

એક બાજુ જ્યાં આ બન્ને જણા ભેગા થયા છે ત્યાં સુરતના રાજસ્વી સમારંભ બાદ હાર્દિક પટેલનો પાવર પાટીદારો પર હજી પણ મોટા પ્રમાણમાં છે તે વાત સ્પષ્ટ થઇ છે. નોંધનીય છે કે સુરતના કાર્યક્રમ વખતે કેટલાક પટેલોએ ભાજપમાં પાછીપાની કરવાનો પ્રયાસ કર્યો હતો. તે વાત પણ છે કે પાટીદારોમાં ફૂટ પડી છે. પણ તેમ છતાં પાટીદારો પણ અનામત નહીં તો વોટ નહીં તે નિતીને હજી પકડી રાખી છે.

ગુજરાતની વોટ બેંક

ગુજરાતની વોટ બેંક

વર્ષ 2012માં ગુજરાતની જાતિ મુજબની મતગણતરીના એક આંકડાઓને આધાર રાખીએ તો ગુજરાતમાં પટેલોની સંખ્યા 16 ટકા છે. અને ઓબીસીની 35 ટકા, તથા એસી અને એસટી 15 ટકા જેવું છે. તો મુસ્લિમોની સંખ્યા 10 ટકા જેવી છે. અને અન્ય સમેત જૈન અને બ્રાહ્મણ મળીને 13 ટકા થાય છે. ત્યારે હાલ આ આંકડાઓમાં ફેરફાર થયો હશે.

ગુજરાતની વોટ બેંક

ગુજરાતની વોટ બેંક

ત્યારે હવે અનુમાન કરો કે આમાંથી કેટલાક લોકો પટેલ, ઓબીસી કે અન્ય હોવા છતાં વિકાસના નામે કે કોઇ અન્ય કારણો સર ભાજપને વોટ આપી પણ દે. તેમ છતાં જે રીતે વિવિધ પ્રકારની રેલી અને માંગણીઓ દલિત, ઓબીસી અને પટેલ સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. તેનો કોઇક તોડ ભાજપે ના નીકાળ્યો તો ઉપરોક્ત આંકડાને જોતા 2017ની ચૂંટણી ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે તે વાત નક્કી છે.

English summary
Patidar, obc and dalit can give tough time to gujarat bjp government
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X