તા.29એ રાજકોટમાં સોનાનો સૂરજ ઉગશે : CM રૂપાણી

Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશો - પોર્ટુગલ, અમેરિકા અને નેધરલેન્ડ્સ - ન પ્રવાસ પતાવી બુધવારે દેશ પરત ફર્યા છે. ગુરૂવારે એટલે કે 29 જૂન, 2017ના રોજ તેઓ રાજકોટ શહેરની મુલાકાત લેનાર છે. અહીં આજી ડેમ ખાતે નરેન્દ્ર મોદી સૌની યોજનાનું ઉદઘાટન કરી નર્મદાના નીરના વધામણાં કરશે. રાજકોટમાં પાણીની સમસ્યાના કાયમી સમાધાન અને પીએમના આગમનની ખબરથી શહેરીજનો ખૂબ ઉત્સાહિત છે. શહેરમાં પીએમના સ્વાગતની તાડમાર તૈયારીઓ થઇ રહી છે. વળી આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં પીએમ મોદીની આ મુલાકાત ખૂબ મહત્વપૂર્ણ બની રહે છે.

cm rupani pm modi

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકોટ મુલાકાત અંગે કહ્યું કે, પીએમના આગમન સાથે શહેરમાં 40 વર્ષ પછી અનેરો પ્રસંગ ઉજવાશે. 29 તારીખે રાજકોટમાં સોનાનો સૂરજ ઉગશે. જે રાજકોટ નાપણીયું હતું, તેને વડાપ્રધાને પાણી પાણી કરી નાંખ્યું. આ સાથે જ તેમણે રાજકોટવાસીઓને અપીલ કરી હતી કે, તેઓ રાત્રે 7.30થી 8.30 ઘરે દીવો પ્રગટાવી નર્મદાને વંદન કરે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકોટ મુલાકાતનો સત્તાવાર કાર્યક્રમ જાણો અહીં...

 • સાંજે 4.00 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાજકોટ એરપોર્ટ ઉપર દબદબાભેર સ્વાગત
 • સાંજે 4.20 કલાકે રેસકોર્સ મેદાન ખાતે આગમન
 • 4.20 થી 4.22 : સ્ટેજ-ડાયસ ઉપર બેઠક વ્યવસ્થા
 • 4.22 થી 4.25 : ગુજરાતના સમાજ કલ્યાણ મંત્રી આત્મારામ પરમાર દ્વારા સ્વાગત પ્રવચન
 • 4.25 થી 4.30 : ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું પ્રવચન
 • 4.30 થી 4.35 : કેન્દ્રિય મંત્રી થાવરચંદ ગેહલોત દ્વારા પ્રવચન
 • 4.35 થી 4.45 : વડાપ્રધાન પોતે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ પાસેથી ત્રણ એવોર્ડ સ્વીકારશે અને દિવ્યાંગોને સાધન-સામગ્રી આપશે
 • 4.45 થી 4.52 : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પ્રવચન
 • 4.52 થી 5.20 : નરેન્દ્ર મોદીનું પ્રેરક પ્રવચન
 • 4.30 થી 5.20 : આજી ડેમ પર પીએમના આગમન પહેલાં સાંસ્કૃતિક કાર્યક્રમ
 • 5.20 : પીએમ આજી ડેમ જવા રવાના થશે
 • 5.30 થી 6.00 : જી. કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા, પુરૂષોત્તમ રૂપાલા તથા ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું ખાસ સંબોધન
 • 5.40 : આજી ડેમ ખાતે પીએમનું આગમન
 • આજી ડેમ ખાતે એક્સપ્રેસ ફીડર લાઇનનું લોકાર્પણ
 • ન્યારી ડેમની ઉંચાઇ વધારવામાં આવી છે, તેનું લોકાર્પણ
 • 5.40 થી 5.50 : નર્મદા નીર અવતરણ
 • 6.00 : આજી ડેમ સાઇટ ખાતે આગમન
 • 6.00 થી 6.25 : કેન્દ્રિય રેલ્વે રાજ્યમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીનું સંબોધન
 • 6.25 થી 6.30 : સૌની પ્રોજેકટ અંગેની કાર્યવાહી
 • 6.30 થી 7.10 : વડાપ્રધાનનું સંબોધન
 • 7.15 : ભવ્ય રોડ-શોનો પ્રારંભ
English summary
PM Narendra Modi to visit Rajkot on 29th June, 2017. Read his complete schedule here.
Please Wait while comments are loading...