ભરૂચ માંથી ૧.૦૧ કરોડ, અમદાવાદમાંથી 49 લાખની જૂની નોટો ઝડપાઇ

Subscribe to Oneindia News

અમદાવાદ માંથી રૂરલ પોલીસે 49.39 લાખની 500, 1000ના દરની જૂની નોટો સાથે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે રદ્દ કરાયેલ નોટો ક્યાંથી લાવ્યાં અને ક્યાં લઈ જવાના હતાં તે વિશેની પોલીસે તપાસ હાથ ધરી છે. અમદાવાદમાંથી રૂરલ પોલીસે અમદાવાદના સનાથલ સર્કલ પાસેથી 2 શખ્સોને ઝડપી પાડ્યા હતાં. હબીબ અને શાંતિલાલ નામના શખ્સ પાસેથી જુની રદ્દ થયેલી 500 અને 1000ના દરની ચલણી નોટો ઝડપી પાડી છે. આ બંન્ને શખ્સો પૈકી એક શખ્સ વટવા અને બીજો ફતેવાડી વિસ્તારનો રહેવાસી છે. વટવા અને ફતેવાડીના બે શખ્સો કારની અંદર લાવી રહ્યા હતા. પોલીસે 500 ની 6267 નોટો તથા રૂ. 1000 ની 1859 નોટો કબ્જે કરી વધુ તપાસ હાથધરી છે

note

બીજી બાજુ ભરૂચ સ્પેશયલ ઓપરેશન ગ્રુપની ટીમે શીતલ સર્કલ નજીકથી કારમાંથી રૂપિયા ૧.૧ કરોડની જૂની ચલણી નોટ સાથે ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે.ઝડપાયેલ શખ્સો સુરતમાં જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલ હોવાની માહિતી મળી છે પહેલા ભાવનગર પછી રાજકોટ અને હવે ભરૂચ અને અમદાવાદમાં જૂની ચલણી નોટનો મોટો જથ્થો ઝડપાયો છે. સરકાર દ્વારા જાહેર કરાયેલ નોટબંધી બાદ પણ મોટા પ્રમાણમાં રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની જૂની ચલણી નોટ મળી આવી છે. ભરૂચ સ્પેશયલ ઓપરેશન ગ્રુપની ટિમ ગોલ્ડન બ્રીજ નજીક આવેલ શીતલ સર્કલ પર વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન સુરત તરફથી આવેલ કારની શંકાસ્પદ હિલચાલ જણાતા તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી. કારમાં તપાસ દરમ્યાન બેગમાંથી પોલીસને રૂપિયા ૫૦૦ની ૧૧,૩૨૨ અને રૂપિયા ૧ હજારની ૪૫૩૨ જૂની ચલણી નોટ મળી કુલ રૂપિયા ૧ કરોડ ૧ લાખ ૯૩ હજારની નોટો મળી આવી હતી.પોલીસે કારમાં સવાર રાજસ્થાનના રહેવાસી ચતુરસિંહ સોઢા, સુરતના ડેનીશ ગાંગાણી, હિમાંશુ મગદાણી અને વિરલ રાણપરીયાને ઝડપ્યા હતા. કારની તપાસમાં કાર પર ભાજપનો સ્ટીકર હોવાનું પણ બહાર આવ્યું છે. પોલીસે બનાવ સંદર્ભે ગુન્હો નોધી આ અંગેની જાણ આઈ.ટીને કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

note

ઉલ્લેખનીય છે કે, નોટબંધીને સાત-સાત મહિના વિતવા છતાં હજુ પણ રદ કરાયેલી ચલણી નોટો પકડાઈ રહી છે. ત્યારે રાજકોટ સ્પે.ઓપરેશન ગ્રુપે મવડી રોડ પરથી રદ કરાયેલી રૂ.500 અને રૂ.1 હજારની એક કરોડની ચલણી નોટ સાથે સુરતના સોની શખસને પકડી પાડયો છે. તેની પૂછપરછ બાદ રદ થયેલી નોટો સામે નવી ચલણી નોટો આપવાની વાત કરનાર જામનગરના ફોરેસ્ટ ગાર્ડ સહિત બે શખસને પણ ઝડપી લીધા હતા. પોલીસે રદ થયેલી નોટો કબજે કરી આઈટી વિભાગને જાણ કરી છે.

મવડી રોડ પર આવેલી સહયોગ હોસ્પિટલ નજીક રદ થયેલી નોટો સામે નવી ચલણી નોટોની હેરાફેરી થવાની હોવાની સ્પે.ઓપરેશન ગ્રુપના કોન્સ.જીતુભા અને ફીરોઝભાઈને માહિતી મળી હતી. જેના આધારે એસઓજી પીઆઈ કે.કે.ઝાલા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. આ સમયે એક એકટિવા પર શખસ ઉભો રહ્યાં બાદ અન્ય બે શખસ તેની પાસે આવતાની સાથે જ વોચમાં રહેલો સ્ટાફ ત્રાટકી ત્રણેયને સકંજામાં લીધા હતા. જયારે એકટિવા પર આવેલા શખસ પાસેના થેલાની તલાસી લેતા અંદરથી રદ થયેલી રૂ.500 અને રૂ.1 હજારના દરની કુલ રૂ.1 કરોડની ચલણી નોટો મળી આવી હતી.

note

પૂછપરછમા રદ થયેલી નોટો સાથે પકડાયેલો શખસ સુરતનો દીપક મોહનભાઈ નાંઢા નામનો સોની હોવાનું જયારે અન્ય પકડાયેલા બે પૈકી એક જામનગરનાં સાધના કોલોનીમાં રહેતો અને ફોરેસ્ટ ગાર્ડ તરીકે નોકરી કરતો ત્રિલોક બાલકૃષ્ણ દવે તેમજ બીજો બેડ વિસ્તારમાંમાં રહેતો જમીન-મકાનનો ધંધાર્થી સુલેમાન મુસા ભટ્ટી હોવાનું જાણવા મળ્યું હતુ. સોની શખસની પૂછપરછમાં તેણે એવી કેફિયત આપી હતી કે, તેનો સાઢુભાઈ જામનગરમાં રહેતો હોય અને તેના પાડોશમાં ત્રિલોક રહેતો હોય તેમના સંપર્કમાં હતા. આ સમયે સોની શખસે ત્રિલોકને પોતાની પાસે રદ કરાયેલી એક કરોડની ચલણી નોટ હોવાની વાત કરી હતી. જેથી ત્રિલોકે રદ થયેલી નોટો સામે રર લાખની નવી ચલણી નોટો આપવાની વાત કરી હતી.

note

જે વાતચીત બાદ નક્કિ થતાં સોની શખસ સુરતથી રદ થયેલી રૂ.500 અને રૂ.1 હજારના દરની એક કરોડની ચલણી નોટો લઈ રાજકોટ આવ્યો હતો. બીજી તરફ જામનગરથી ત્રિલોક અને સુલેમાન પણ રાજકોટ આવી પહોંચ્યા હતા. અને મવડી રોડ પર મળવાનું નક્કિ થયું હતુ. બાદમાં ત્રણેય ભેગા થતાંની સાથે જ પોલીસ સકંજામાં સપડાઈ ગયા હતા. સોની શખસ રદ થયેલી ચલણી નોટો પોતાની જ હોવાનું રટણ રટતો હોવાની વાત પોલીસને ગળે ઉતરતી નથી. પોલીસે રદ થયેલી ચલણી નોટો કબજે કરી ત્રણેયની અટકાયત કરી આ અંગે ઈન્કમ ટેક્સ વિભાગને જાણ કરી છે. આ ઉપરાંત પોલીસે ત્રણેયના મોબાઈલ તેમજ સોની શખસ પાસેનું એકટિવા પણ કબજે કર્યું છે. આ એકટિવા કોનું છે તે અંગે સોની શખસે મૌન સેવી લેતા પોલીસ વધુ ચકરાવે ચડી છે. જો આ પ્રકરણની યોગ્ય દિશામાં તપાસ થાય તો પડદાં પાછળનાં અનેક શખસોનો પર્દાફાશ થાય તેવી સંભાવના છે.

4 કરોડથી વધુ રદ કરાયેલી નોટો રાજકોટમાંથી પકડાઈ

પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યાં મુજબ, નોટબંધી પછી પણ કેટલા શખસો રદ થયેલી નોટો કમિશન લઈ નવી ચલણી નોટો આપતા હોવાની માહિતીઓ મળતાં પોલીસ તંત્ર દ્વારા તેમના બાતમીદારોને કામે લગાડી દીધા હતા. જેને પગલે નોટબંધી બાદ રાજકોટ પોલીસે અત્યાર સુધીમાં ચાર કરોડથી વધુની રદ કરાયેલી રૂ.500 અને એક હજારના દરની ચલણી નોટો કબજે કરી છે.

પોલીસે ચલણી નોટોના 147 બંડલો કબજે કર્યા

સુરતના સોની શખસ પાસેથી એક કરોડની રદ થયેલી ચલણી નોટોના કુલ 147 બંડલો કબજે કર્યા હતા. જેમાં રૂ. 1 હજારના દરના પ૩ બંડલ અને રૂ.500નાં દરના 94 બંડલો હોવાનું પોલીસે જણાવ્યું છે.

English summary
Police found Old currency in Ahmedabad and Bharuch. Read here in details.
Please Wait while comments are loading...