અમદાવાદ શહેરમાં ધમધમી રહેલા હુક્કાબાર પર પોલીસની રેડ

Subscribe to Oneindia News

અમદાવાદ શહેરમાં પાસપોર્ટ ઓફીસની સામે આવેલ રિધ્ધીસિધ્ધી કોમ્પ્લેક્ષમાં ગેરકાયદેસર રીતે ચાલતા હુક્કા બાર પર પોલીસેપર દરોડો પાડ્યો હતો. નોંધનીય છે કે પ્રતિબંધ હોવા છતાં હુક્કાબારને ગેરકાયદેસર રીતે ચાલતામાં આવતો હતો. પોલીસે લોન્ઝ 9 નામના હુક્કાબાર પર દરોડો પાડી ૧૨ જેટલા યુવક - યુવતીઓને પકડ્યા હતા. જેમાંથી એક તો સગીર હતો.

hookah bar

વધુમાં પોલીસે રેડ માં હુક્કાબાર પર દરોડા પાડીને હુક્કા અને ફ્લેવર સમેતનો મુદ્દામાલ પણ પકડી પાડ્યો છે. સાથે જ આ હુક્કાબારના મેનેજરની પણ અટક કરી છે. વળી હુક્કાબારમાં સગીર યુવાનને એન્ટ્રી આપવા મામલે પણ હુક્કાબારના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ચિંતાજનક વાત તો એ છે કે ગુજરાત ભરમાં હુક્કાબાર પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક શહેરોમાં બંધ બારણે હુક્કાબાર ધમધમી રહ્યા છે.

English summary
Police raid at Hookah Bar, Also arrested one minor in this case.
Please Wait while comments are loading...