વાપીમાં પ્રદૂષણ વધતા બોરનું પાણી પીવાલાયક ના રહ્યું

વાપી, 19 જૂન : દરવર્ષે લગભગ ચોમાસાની ઋતુમાં વરસાદ વરસતા વાપી વિસ્તારના આજુબાજુના કેટલાક ગામડાઓમાં પીવાના પાણીના ધાંધિયા શરૂ થાય છે. આશ્ચર્ય થશે કે વરસાદ વરસે પછી પણ પાણીના ધાંધિયા શા માટે? કડવી વાસ્તવિકતા એ છે કે વાપીના લોકો ચોમાસામાં સ્વચ્છ પીવાના પાણી માટે હાલાકીનો સામનો કરે છે. વાપીના ઉદ્યોગો દ્વારા છોડાતા કેમીકલ યુકત પાણી લીધે લોકોનું જીવન દોહલુ બનાવી નાખ્યું છે.

વાપી પાસે આવેલા મોહન ગામના બોર માંથી નિકળતું પાણી નથી પીવા લાયક કે નથી કપડા ધોવા લાયક. કારણ કે આ પાણી રંગહીન નહીં પરંતુ લાલ રંગનું છે. આ સ્થિતિ માત્ર મોહન ગામની જ નહી પણ વાપી પાસે આવેલા તમામ ગામડાઓની છે. જેઓ વર્ષ દરમિયાન બોરવેલનું પાણી વાપરે છે તેમને ચોમાસામાં આવી જ સ્થિતિનો સામનો કરવો પડે છે.

drinking-water

વાપી જી.આઇ.ડી.સી માં રહેતા લોકોને પણ પાણીની સમસ્યા સતાવી રહી છે. બોરમાં આવતા કેમીકલ યુકત પાણીથી લોકોનું સ્વાસ્થ બગડી રહ્યું છે. જો કે કેન્દ્ર સરકારના પોલ્યુશન કંટ્રોલ દ્વારા જાહેર કરાયેલ ઇન્ડેક્ષ આંક મુજબ વાપી પ્રદુષણ ફેલાવતા અદ્યોગિક વિસ્તાર સૌથી મોખરાનુ સ્થાન મેળવતા જી.પી.સી.બી હરકતમાં આવ્યું છે અને કુદરતી સ્ત્રોતને બચાવવા પ્રયાસો શરૂ કર્યા છે.

નવા સે.પી ઇન્ડક્ષ આંક મુબજ વાપી નો અંક 85.33 જેટલો છે,જેને લઇ ને વાપી જી.આઇ.ડી.સી પર અનેક પ્રકારના નિયંત્રણ લદાયા છે,જેની ગંભીરતાને લઇને ગુજરાતમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેન કે.યુ.મિસ્ત્રીએ અગાઉ અનેકવાર વાપીના ઉદ્યોગપતિ સાથે સીધી બેઠક યોજી ઉદ્યાગેપતિઓને પ્રદુષણ ને મામલે અનેક સુચનાઓ આપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X