For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપી અને બિહારના બહારના મજૂરોના લીધે ગરીબી વધી: નિતિન પટેલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

3 ફેબ્રુઆરી, ગાંધીનગર: ગરીબીના આંકડા પર ચારેય તરફથી ઘેરાયેલી ગુજરાત સરકારે નવી આફત લઇ લીધી છે. ગુજરાતના નાણા મંત્રી નિતિન પટેલે કહ્યું હતું કે પ્રદેશમાં યૂપી, બિહારથી આવેલા લોકોના લીધે ગરીબી વધી રહી છે. તેમને કહ્યું હતું કે અમે બહારના લોકોને પણ બીપીએલ કાર્ડ પુરા પાડીએ છીએ. નિતિન પટેલના આ નિવેદન બાદ વિપક્ષી દળોએ ગુજરાત સરકાર અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર પ્રહાર શરૂ કરી દિધા છે.

ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પોતાના નાણા મંત્રીના લીધે ઘેરાતા જોવા મળી રહ્યાં છે. નરેન્દ્ર મોદી દેશમાં જ્યાં પણ જાય છે ત્યાં કહે છે કે દેશભરમાંથી લોકો ગુજરાત આવે છે. અમે તેમને રોજગાર અને સુરક્ષા પુરી પાડીએ છીએ.

પરંતુ મંગળવારે નાણા મંત્રી નિતિન પટેલના એક વિરોધાભાષી નિવેદનને લઇને નરેન્દ્ર મોદીને બેકફૂટ પર લાવી દિધા છે. તેમને કહ્યું હતું કે પ્રદેશમાં ગરીબી બહારથી આવેલા લોકોના કારણે વધી રહી છે. તેમાં યૂપી, બિહારથી આવેલા લોકોની સંખ્યા વધું છે.

વિપક્ષોએ મોદી વિરૂદ્ધ મોરચો માંડ્યો

વિપક્ષોએ મોદી વિરૂદ્ધ મોરચો માંડ્યો

નિતિન પટેલના આ નિવેદન બાદ વિપક્ષી દળો નરેન્દ્ર મોદી વિરૂદ્ધ મોરચો ખોલી દિધો છે. કોંગ્રેસ મહાસચિવ શકીલ અહેમદે સૌથી પહેલાં ટ્વિટ પર હુમલો કર્યો હતો. તેમને કહ્યું હતું કે 'મોદીની સરકારનું કહેવું છે કે 10 વર્ષમાં બીજા રાજ્યોમાંથી ગરીબ લોકો આવવાથી રાજ્યમાં ગરીબી વધી. તો શું ગરીબ ફક્ત ગુજરાતમાં જ આવે છે?

કોંગ્રેસ પ્રવક્તાએ કરી ટીકા

કોંગ્રેસ પ્રવક્તાએ કરી ટીકા

યૂપીના કોંગ્રેસ પ્રવક્તા અખિલેશ યાદવે નિતિન પટેલના આ નિવેદન પર આકરી ટીકા કરી હતી. તેમને કહ્યું હતું કે મોદી સરકાર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે બિહાર અને યૂપીના મહેનતું લોકો પર આરોપ લગાવી રહી છે. બહારના લોકોના લીધે ગુજરાતમાં ગરીબી વધી છે એક શરમજનક નિવેદન છે.

અજય માકને કહ્યું ગરીબોની માફી માંગવી જોઇએ

અજય માકને કહ્યું ગરીબોની માફી માંગવી જોઇએ

આ પહેલાં કોંગ્રેસના મીડિયા સેલના હેડ અજય માકને સોમવારે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ગરીબોની મજાક ઉડાવી છે. તેમને કહ્યું હતું કે આ મજાક માટે નરેન્દ્ર મોદીને ગરીબોની માફી માંગવી જોઇએ.

...તો ગરીબ ગણવામાં નહી આવે

...તો ગરીબ ગણવામાં નહી આવે

ગુજરાત સરકારના ફૂડ એન્ડ સપ્લાઇ ડિપાર્ટમેન્ટ દ્વારા રજૂ કરવામાં આવેલા નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે શહેરી વિસ્તારોમાં 16 રૂપિયા 80 પૈસા અને ગ્રામીણ વિસ્તારોમાં 10 રૂપિયા 80 પૈસા દરરોજ કમાવનાર જ બીપીએલ કાર્ડ માટે માન્ય ગણવામાં આવે. એટલે ગુજરાતના ગામમાં જો કોઇ વ્યક્તિ દરરોજ 11.80 પૈસાથી વધુ કમાઇ છે તો તે ગરીબ ગણવામાં નહી આવે.

26 રૂપિયા દરરોજ કમાવનાર અમીર

26 રૂપિયા દરરોજ કમાવનાર અમીર

યોજના પંચે થોડા મહિના પહેલાં શહેરોમાં 32 રૂપિયા અને ગામડાઓમાં 26 રૂપિયા દરરોજ કમાવનારને અમીર ગણાવ્યા હતા, જે મુદ્દે ઘણો વિવાદ થયો હતો. ભાજપની સાથે સાથે નરેન્દ્ર મોદીએ પણ આ વાતને લઇને કેન્દ્ર સરકાર અને યોજના પંચની ટીકા કરી હતી.

English summary
Gujarat Finance Minister today stirred a controversy with his comments that poverty is there in Gujarat due to ‘migrant workers from UP, Bihar and other states.’
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X