ચૂંટણી પહેલા પાટીદારો માટે બિન અનામત આયોગની રચનાની જાહેરાત

Written By:
Subscribe to Oneindia News

થોડા સમય પહેલા જ રાજ્ય સરકાર અને પાટીદાર સમાજના અગ્રણીઓ વચ્ચે અનામત સહિતના મુદ્દાનો ઉકેલ લાવવા માટે બેઠક યોજાઇ હતી. આ મામલે એક આયોગ રચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મંગળવારે સાંજે ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ કરી આ બિન અનામત આયોગની રચના અંગે જાહેરાત કરી હતી. ટૂંક સમયમાં જ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે, એવામાં આ સમયે સરકાર દ્વારા કરવામાં આવેલ આ જાહેરાત ખૂબ મહત્વપૂર્ણ છે.

pradipsinh jadeja

સરકારની પાટીદારો સાથે થયેલ બેઠક બાદ રાજ્ય સરકારે આ બેઠકને સફળ ગણાવી હતી, જ્યારે કેટલાક પાટીદારોએ બેઠકને નિષ્ફળ ગણાવી હતી. હાર્દિક પટેલે પણ આ બેઠકને બિનપરિણામલક્ષી ઠેરવી હતી, પરંતુ આયોગની રચનાના નિર્ણયને આવકાર્યો હતો. આ બેઠકમાં આયોગની રચના ઉપરાંત પાટીદારો પર ચાલતા કેસ પરત ખેંચવાની તથા શહીદ થયેલ પાટીદારના પરિવારજનોને સહાય આપવાની તથા નોકરી આપવના મુદ્દે પણ ચર્ચા થઇ હતી. આ મામલે નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાજ્યમાં પાટીદારો પર થયેલ પોલીસ અત્યાચારોની તપાસ હાઇકોર્ટના નિવૃત્ત જજ એ.કે.પુંજની આગેવાની હેઠળ રચાયેલ પંચ દ્વારા કરવામાં આવશે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ નાયબ મુખ્યમંત્રી નીતિન પેટલ દ્વારા પણ એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા 16 બોર્ડ-નિગમોને સાતમા પગારપંચનો લાભ આપવામાં આવસે, જે હેઠળ 1710 કર્મચારીઓને ફાયદો થશે.

English summary
Pradipsinh Jadeja's announcement about the formation of Bin Anamat Aayog ahead of the Gujarat Assembly Elections 2017.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.