મારું એનકાઉન્ટર કરવાની યોજના હતી: પ્રવીણ તોગડીયા

Written By:
Subscribe to Oneindia News

વિશ્વ હિંદુ પરિષદના આંતરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ મંગળવારે સવારે પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું. તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું કે, 'મારી વિરુદ્ધ ખોટા કેસો નોંધવામાં આવ્યા છે. ગત સવારે એક વ્યક્તિ મારી ઓફિસે આવ્યો હતો અને તેણે મને તાત્કાલિક ઓફિસ છોડવા જણાવ્યું હતું. તેણે મને એમ પણ કહ્યું કે, તમારું એન્કાઉન્ટર કરવાની યોજના બનાવાઇ રહી છે. મેં રસ્તામાં રાજસ્થાનના હોમ મિનિસ્ટરનો સંપર્ક કર્યો હતો તો એમણે કહ્યું કે, તમારી ધરપકડનો મામલો હોય તો મને ખ્યાલ હોય. પરંતુ એવી કોઇ જાણકારી નથી. આથી મેં તુરંત મારા તમામ ફોન બંધ કરી દીધા. મેં થલતેજ ખાતે એક વ્યક્તિના ઘરે શરણું લીધું હતું. ત્યાંથી રાજસ્થાન પોલીસમાં સંપર્ક સાધી કેસની માહિતી મેળવી હતી. મારી કાર્યકર્તાઓને વિનંતી છે કે તેઓ શાંતિ જાળવે. આટલું બોલતા-બોલતા તેઓ ભાવુક થઇ ગયા હતા.'

pravin togadiya

તેમણે આગળ કહ્યું કે, 'હું યોગ્ય સમયે એ લોકોના નામ જાહેર કરીશ જેઓ મારું કાસળ કાઢવાનું કાવતરું ઘડી રહ્યા છે. મેં અમદાવાદ એરપોર્ટ જવા માટે રિક્ષા લીધી હતી અને હું જયપુર કે દિલ્હીની ફ્લાઇટ લેવાનો હતો. ગુજરાત કે રાજસ્થાન પોલીસ સામે મને કોઇ ફરિયાદ નથી. છેલ્લા થોડા સમયથી મારો અવાજ દબાવવાનો દરેક સંભવ પ્રયત્ન થઇ રહ્યો છે. હું ગમે તે પરિસ્થિતિમાં પણ રામ મંદિર અને ગૌરક્ષા માટે લડીશ. મારો અવાજ દબાવવાના પ્રયાસ હેઠળ જ સેન્ટ્રલ આઈબી એ મેં તૈયાર કરેલ તબીબો, જેઓ ગરીબોની મદદ કરતા હતા, તેમના ઘરે જઇને તેમને ધમકાવ્યા હતા. એ તબીબોને મેં તૈયાર કર્યા હતા. 20 વર્ષ જૂના કેસ મારી વિરુદ્ધ નોંધવામાં આવી રહ્યા છે, એક જેલમાંથી બીજા જેલમાં મોકલી મને હેરાન કરવા માટે આમ કરવામાં આવી રહ્યું છે. તબીબો અનુમતિ આપશે ત્યારે હું જયપુર જઇ કોર્ટ સામે આત્મસમર્પણ કરીશ.'

English summary
Pravin Togadiya addresses press conference.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.