For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આશ્ચર્ય! અજગર ગળી ગયો નીલગાય! હવે પચાવી શકશે?

By Desk
|
Google Oneindia Gujarati News

આપણે 'સાંપે છછુંદર ગળ્યા' ની કેહવત તો સાંભળી છે પણ અહીં અજગરે નીલગાય ગળી છે જ્યાર બાદ હવે તેની હાલત ખરેખર સાંપે છછુંદર ગળ્યા જેવી થઇ છે. અજગર ઘણી વખત પોતાનાથી વધુ વજનનાં જાનવરોનો શિકાર કરતો હોય છે પરંતુ આ વખતે તો હદ્દ જ થઇ ગઈ છે. ગુજરાતનાં જુનાગઢમાં આવેલ ગીર જંગલમાં એક વિશાળકાય અજગરે નીલગાયને પોતાનો શિકાર બનાવી અને જોતજોતામાં તો આખી નીલગાય ગળી ગયો. જો કે હાલ તેને રેસ્ક્યુ સેન્ટરમાં નજર હેઠળ રાખવામાં આવ્યો છે કારણ કે તેણે પોતાનીથી અનેક ગણા વજનવાળા જાનવરનો શિકાર કર્યો છે અને હવે તેને પચાવવામાં મુશકેલી પડે તેવું જણાઈ રહ્યું છે.

Video Viral: જયારે અજગરની વચ્ચે પહોંચ્યો આ વ્યક્તિ...Video Viral: જયારે અજગરની વચ્ચે પહોંચ્યો આ વ્યક્તિ...

Python swallows Nilgai junagadh distric in gujarat

20 ફૂટ લાંબો આ અજગર ગીરનારના પર્વતીય ગામમાં એક ખેતરમાંથી મળ્યો છે. વન અધિકારીઓ પહેલા તો આ અજગરને જોઇને અચંબામાં પડી ગયા હતા પરંતુ પછીથી હકીકતની જાણ થતા તેને નિરીક્ષણ હેઠળ રાખવા લઇ ગયા. સ્થાનિક લોકો આ અજગરને હેરાન ન કરે તે માટે તેને રેસ્ક્યુ સેન્ટરમાં લઇ જવામાં આવ્યો છે. વન અધિકારીનાં કહેવા પ્રમાણે આ અજગર ઘણો જ વિશાળ છે અને જ્યાં સુધી તે શિકારને પચાવી ન લે ત્યાં સુધી તેને નિરીક્ષણ હેઠળ રખાશે, અને ત્યારબાદ ફરી જંગલમાં છોડી દેવાશે.

સામાન્ય રીતે 15 થી 18 ફૂટ લાંબા અજગરો જોવા મળતા હોય છે જે બહુ બહુ તો ઘેંટા-બકરા અથવા કુતરાનો શિકાર કરતા હોય છે પરંતુ આ 20 ફૂટ લાંબો અજગર 'ઇન્ડિયન રોક પાઈથન' છે જે અત્યાર સુધીમાં આ વિસ્તારમાંથી મળી આવેલા અજગરોમાં ખુબ જ વિશાળ છે અને એવી જ તેની હરકતો પણ છે.

વીડિયો: જયારે 14 મહિનાની છોકરીએ 14 ફૂટના અજગરને નવડાવ્યોવીડિયો: જયારે 14 મહિનાની છોકરીએ 14 ફૂટના અજગરને નવડાવ્યો

English summary
A python swallows a blue bull also known as Nilgai in Junagadh district of Gujarat. python kept under observation at Girnar wildlife sanctuary rescue centre.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X