રબારી સમાજના નવા બંધારણની જાહેરાત, ખોટા ખર્ચાઓ પર લાગશે પ્રતિબંધ
ગુજરાતના રબારી સમાજ દ્વારા સામાજિક સુધારા માટે ડીસા ખાતે એક વિશાળ મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં સમાજના આગેવાનોએ દેખાડો અને ખોટા ખર્ચ અટકાવવા ૧૧ મુદ્દાનું નવું બંધારણ જાહેર કર્યું છે.
આ નવી પહેલનો મુખ્ય હેતુ મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક બોજમાંથી મુક્ત કરવાનો અને શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. સમાજમાં સમાનતા લાવવા માટે હવેથી પ્રસંગોમાં થતા બેફામ ખર્ચાઓ પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે.

લગ્ન પ્રસંગોમાં હવે પ્રિ-વેડિંગ શૂટ, હલ્દી અને મહેંદી જેવા ખર્ચાળ કાર્યક્રમો પર સદંતર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જમણવારમાં મર્યાદિત વાનગીઓ રાખવા અને ડીજે કે વરઘોડાને બદલે સાદાઈથી પ્રસંગ ઉજવવા અપીલ કરાઈ છે.
સોશિયલ મીડિયાના વળગણને દૂર કરવા લગ્નની રીલ બનાવવા કે ફોટા જાહેર કરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. લગ્નમાં અપાતી વાસણ પ્રથા બંધ કરી તેના બદલે રોકડ રકમ આપવાનો મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
સગાઈ અને આણા પ્રથામાં પણ મોટા સુધારા કરતા મહેમાનોની સંખ્યા અને ભેટ-સોગાદોની મર્યાદા નક્કી કરવામાં આવી છે. દીકરીના શિક્ષણ માટે દરેક પ્રસંગે શૈક્ષણિક સંકુલમાં ફરજિયાત દાન આપવાની પરંપરા શરૂ કરવામાં આવશે.
જન્મ અને સીમંત પ્રસંગોમાં પણ બેબી શાવર જેવા પશ્ચિમી રિવાજો ત્યાગી જૂની પરંપરા મુજબ સાદાઈ રાખવી પડશે. હોસ્પિટલ કે પ્રસૂતિ વખતે સગા-વ્હાલાઓ વચ્ચે થતી નાણાકીય લેવડ-દેવડમાં પણ ચોક્કસ મર્યાદા નક્કી કરાઈ છે.
મરણ પ્રસંગે થતા જમણવાર અને ખોટા લોકાચાર બંધ કરીને શોક સભામાં સાદગી જાળવવા સૂચના અપાઈ છે. વ્યસનમુક્ત સમાજ બનાવવા માટે અફીણ અને અન્ય નશાકારક દ્રવ્યોના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
છૂટાછેડાના કિસ્સામાં બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે મોટી રકમની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરવાનો નિયમ બનાવ્યો છે. કાયદાકીય વિવાદોને બદલે સામાજિક સ્તરે પંચ દ્વારા પ્રશ્નો ઉકેલવા પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે.
આ બંધારણનો અમલ કરાવવા માટે દરેક તાલુકા અને ગામ સ્તરે અમલીકરણ સમિતિઓની રચના કરવામાં આવશે. રબારી સમાજના આ ક્રાંતિકારી પગલાને અન્ય સમાજો માટે પણ પ્રેરણારૂપ માનવામાં આવી રહ્યો છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
