રાજકોટમાં સ્વાઇન ફ્લૂથી વૃદ્ધાનું મોત થતા આરોગ્ય વિભાગની દોડ઼ધામ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

એક તરફ ગરમી માઝા મૂકી રહી છે અને રાજકોટ સૌરાષ્ચટ્ર, અમદાવાદ સહિત ગુજરાતના મોટા ભાગના શહેરોમાં હીટવેવની અશર થઈ રહી છે ત્યારે રાજકોટમાં ઠંડીના સમયે ફેલાતા સ્વાઇન ફ્લૂના કારણે એક વૃદ્ધાનું મોત થતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. કારણ કે આટલી આક્મક ગરમી વચ્ચે જો સ્વાઇન ફ્લૂ માથુ ઉચકી શકતો હોય તો તે ઘણી ગંભીર બાબત કહેવાય.

swine flu

ઉલ્લેકનીય છેકે ગત વર્ષે શિયાળાની ઠંડીમાં ફેલાતા એચ-વન એન-વન વાઇરસના ચેપને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હાહાકાર મચાવતા 150થી વધુ લોકોના ભોગ લીધા હતા ત્યારે ચાલુ વર્ષે ઉનાળાના આકરા તાપ વચ્ચે પણ સ્વાઇ ફ્લૂએ દેખા દેતા આરોગ્ય વિભાગ દોડતો થયો છે અને રાજકોટમાં સ્વાઇન ફલુથી વૃધ્ધાનું મોત નિપજતા તબીબો અને આરોગ્યતંત્રમાં અરેરાટી મચી જવા પામી છે.

રાજકોટ નજીક આવેલા ઉપલેટા પંથકના વૃધ્ધાએ રાજકોટ સિવિલ હોસ્પીટલમાં દમ તોડી દીધો હતો. જેનો રીપોર્ટ પોઝીટીવ આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.પ્રાપ્ત વિગતો અનુસાર ઉપલેટાના નિલાખા ગામે રહેતા 6પ વર્ષીય મુસ્લીમ વૃધ્ધાને કેટલાક દિવસોથી તાવ આવતો હોય સ્થાનિક તબીબની સારવાર થતા તબીયતમાં સુધારો ન થતા તેમને વધુ સારવાર માટે મંગળવારે સાંજે રાજકોટની ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબો દ્વારા વૃધ્ધાને પ્રાથમિક સારવાર આપી સ્વાઇન ફલુની શંકા વ્યકત કરાતા તબીબો દ્વારા તેમના લોહી અને કફના નમુના લઇ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલાયા હતા.

ત્યારબાદ વૃધ્ધાની તબીયત લથડતા ગઇકાલે બપોરે તેમને સિવિલ હોસ્પીટલમાં રીફર કરાયા હતા પરંતુ અહીં તેમનું રીપોર્ટ આવે તે પહેલા જ મોત નિપજ્યું હતું અને વૃધ્ધાના મોત બાદ તેમનો રીપોર્ટ સ્વાઇન ફલુ પોઝીટીવ આવતા તબીબોમાં દોડધામ મચી જવા પામી હતી.

મૃતક વૃધ્ધાને સંતાનમાં બે પુત્રો હોવાનું અને પતિ નિવૃત હોવાનું જાણવા મળ્યું છે. ઠંડીની સીઝનમાં ફેલાતા મહામારીના રોગે ભરઉનાળે દેખા દેતા અને ચાલુ સીઝનનું પ્રથમ મોત નિપજતા લોકોમાં ભય સાથે દહેશત ફેલાઇ જવા પામી છે. અને હવે આગળ ઉપર શું પગલા લેવા તે અંગે આરોગ્ય વિભાગ તથા રાજકોટનું તંત્ર સતર્ક બન્યુ છે.

English summary
The health department alert in Rajkot due to swine flu death

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.