આજથી રાજકોટ બીઆરટીએસ બસ સેવાનો આરંભ

શહેરમાં 10 કિલોમીટરના રૂટમાં શરૂ કરવામાં આવેલી એસ બસ સેવાની મુસાફરી પ્રથમ ત્રણ મહિના માટે જાહેર જનતા માટે નિ:શુલ્ક રાખવામાં આવી છે. આ માટેને રૂ. 1.2 કરોડનો બોજો આરએમસી ભોગવશે.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં શરૂ કરવામાં આવેલી બીઆરટીએસ બસ સેવા 150 ફૂટ રિંગ રોડને સમાંતર દોડશે. સેવા જામનગર રોડ પર આવેલી માધાપર ચોકી અને ગાંડલ રોડ પર આવેલી ગોંડલ ચોકીને જોડશે. સેવાના આરંભમાં માત્ર બે બસો દોડાવવામા આવનાર છે. બીજા તબક્કામાં બીજી 11 બસો ઉમેરવામાં આવશે.
આ પ્રોજેક્ટ નેશનલ અર્બન ટ્રાન્સપોર્ટ પોલિસી (એનયુટીપી)ની માર્ગદર્શિકા મુજબ તૈયાર કરવામાં આવ્યો છે. આ માટેનું ભંડોળ જવાહરલાલ નહેરૂ નેશનલ અર્બન રિન્યુઅલ મિશન (જેએનએનયુઆરએમ) હેઠળ મળ્યું છે.












Click it and Unblock the Notifications
