રાજકોટઃ પોલીસ હેડક્વાર્ટર જ બન્યું જુગારનું ધામ, 8ની ધરપકડ

ગુજરાતમાં રાજકોટ સ્થિત પોલીસ હેડક્વાટરમાં જુગાર રમવામાં આવી રહ્યો હતો. પોલીસ કર્મચારીના પુત્ર દ્વારા પણ આ રમત હાથ ધરવામાં આવી હતી.

ગુજરાતમાં રાજકોટ સ્થિત પોલીસ હેડક્વાટરમાં જુગાર રમવામાં આવી રહ્યો હતો. પોલીસ કર્મચારીના પુત્ર દ્વારા પણ આ રમત હાથ ધરવામાં આવી હતી. પ્રદ્યુમન નગર પોલીસને આ મામલે જાણ થઇ, પછી ત્યાં દરોડો પાડ્યો. પ્રદ્યુમન નગર પોલીસને પોલીસ હેડક્વાટરના 9મા માળે 8 લોકો જુગાર રમતા મળી આવ્યા હતા. જેમાં 3 મહિલાઓ શામેલ છે. પોલીસે બધાને પકડ્યા હતા અને ત્યાંથી 27 હજાર 200 રૂપિયાની રોકડ પણ મળી આવી હતી. બાદમાં આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Rajkot police headquarter

મળતી માહિતી મુજબ જગદીશ ભાઈ નામના પોલીસ કર્મચારીનો પુત્ર રવિ જુગારનો મુખ્ય ખેલાડી હતો. તે બહારના લોકોને બોલાવીને જુગાર રમવા માટે આમંત્રણ આપતો હતો. પ્રદ્યુમન નગર પોલીસે સ્થળ પરથી રવિ જગદીશભાઇ વાઘેલા, હિતેશ ભરતભાઇ ઢાકેચા, સુભાષ કાંતિભાઇ ઝાલા, શ્યામ ધનજી પરમાર, ગટુ છગનલાલ મકવાણા, સમુજી ઉર્ફે ભાનુબેન બાબુભાઇ ઝાલા, આરૂશી ઉર્ફે આરતી પ્રવીણભાઇ પંડ્યા અને કરુબેન બાબુભાઇ મકવાણાને સ્થળ પરથી ઝડપી લીધા હતા.

Rajkot police headquarter

પોલીસ જુગાર રમતા લોકો સામે કાર્યવાહી કરે છે પરંતુ જયારે પોલીસ હેડ ક્વાટર્સમાં પોલીસનો પુત્ર જુગારનો અડ્ડો ચલાવતો હતો ત્યારે હવે પોલીસ પ્રશાશન પર સવાલ ઉભા થઇ રહ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 42 લાખ લોકો પરપ્રાંતિઓ, આ બે શહેરોની 50% વસ્તી બીજા રાજ્યોની

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X