રીક્ષામાં મહિલા મુસાફરને બેસાડી લુંટી લેતો આરોપી ઝડપાયો

Subscribe to Oneindia News

રાજકોટ પોલીસે બાતમીના આધારે એવા આરોપીની ધરપકડ કરી છે, જે શહેરમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી લૂંટી લેતો હતો. આ આરોપી મુખ્યત્વે મહિલાઓને શિકાર બનાવતો હતો. આરોપી મહિલાને રીક્ષામાં બેસાડી અવાવરુ જગ્યાએ લઇ જતો અને લુંટી લેતો. તે જામનગરથી રિક્ષાની ચોરી કરી રાજકોટમાં આવી લુંટને અંજામ આપતો હતો.

crime

મળતી માહિતી મુજબ, રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતો આ આરોપી જામનગર તરફથી GJ 10 સિરીઝની રિક્ષામાં 150 ફૂટ રિંગ રોડ તરફથી આવતો હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે વોચ ગોઠવી આરોપી દિલીપ ચનીયારાને ત્યાંથી પસાર થતા રોક્યો હતો. પોલીસે રિક્ષાના કાગળ માંગતા રીક્ષા ચોરીની હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતાં તેણે રાજકોટમાં 2 મહિલાઓને રિક્ષામાં મુસાફર તરીકે બેસાડી અવાવરુ જગ્યાએ લઇ જઇને લૂંટ ચલાવી હોવાનું કબુલ્યું હતું. એક મહિલા પાસેથી આરોપીને રૂપિયા ન મળતાં તેણે મહિલાને લોખંડના પાઇપથી માર મારી છોડી મૂકી હતી. આરોપી રીક્ષા ચોરી કરી જામનગરથી રાજકોટ આવી ગયો હતો. પોલીસ કે અન્ય રીક્ષા ચાલકોને શંકા ન જાય તે માટેરાત્રીના 8 થી 12 વાગ્યા સુધી શહેરના લીમડા ચોક, એસ્ટ્રોન ચોક, ગોંડલ રોડ, ત્રિકોનબાગ અને એસટી બસ સ્ટેન્ડ પાસેથી મોટી ઉંમરની મહિલાઓને રિક્ષામાં મુસાફર તરીકે બેસાડી અવાવરું જગ્યાએ લઇ લુંટી લેતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

English summary
Auto driver used to rob lady passenger, police arrested the accused.
Please Wait while comments are loading...