For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

"મોઢા પર એસિડ છાંટી દઇશ" EX-MLAના પુત્ર સામે રેપની ફરિયાદ

|
Google Oneindia Gujarati News

ઉનાના પૂર્વ ધારાસભ્ય કે.સી રાઠોડના પુત્ર વિજય રાઠોડ સામે યુવતીએ બાળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીમાં જણાવ્યું હતું કે વિજય રાઠોડ પરિણીત હતો તે છુપાવીને તેણીને વાંરવાર લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ જ્યારે તેને આ બધી માહિતી ખબર પડી ત્યારે વિજયે ધમકી આપી હતી કે જો હવે પીડિતા બીજા કોઈ સાથે જોડાશે કે કોઇને તો વિજય તેની પર એસિડ ફેંકી દેશે.

મદરેસામાં થયા ઘણી વખત બળાત્કાર, ગર્ભવતી બની 14 વર્ષની બાળકીમદરેસામાં થયા ઘણી વખત બળાત્કાર, ગર્ભવતી બની 14 વર્ષની બાળકી

એટલું જ નહીં યુવતીનો આરોપ છે કે ઉના પોલિસે તેની ફરિયાદ પણ રાજકીય બીકે નહતી સ્વીકારી. અને છેવટે યુવતીએ અમદાવાદ મહિલા પોલીસની શરણ લેવી પડી હતી. ત્યારે ઉનાના ભૂતપૂર્વ ધારાસભ્ય કે.સી. રાઠોડના પુત્ર વિજય રાઠોડ પણ કેવી કેવી આરોપો યુવતીએ નોંધાવે છે તે વાંચો અહીં....

યુવતીની ફરિયાદ

યુવતીની ફરિયાદ

25 વર્ષીય યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે અનેક વાર વિજય રાઠોડ તેને લગ્નનું વચન આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું છે. એટલું જ નહીં તેણે પીડિતાને પોતાના લગ્ન થઇ ગયા હોવાની વાત પણ છુપાવી.

બધા મને ભાભી કહેતા

બધા મને ભાભી કહેતા

પીડિતાએ કહ્યું કે ઉના શહેરમાં વિજયના તમામ મિત્રો પીડિતાને સારી રીતે ઓળખતા હતા અને બધા તેને ભાભી કહીને સંબોધતા હતા. પણ જ્યારે પીડિતાને વિજયના લગ્નની વાત ખબર પડી ત્યારે તેણે વિજયથી છેડો ફાડવાનું નક્કી કર્યું પણ તે બાદ વિજયે તેની સાથે બળજબરી કરી.

એસિડ ફેંકવાની ધમકી

એસિડ ફેંકવાની ધમકી

પીડિતાએ પોતાના બળાત્કારની ફરિયાદમાં લેખિતમાં લખીને જણાવ્યું છે કે તેણે જ્યારે વિજયથી દૂર જવાનો પ્રયાસ કર્યો ત્યારે વિજયે તેની પર એસિડ ફેંકવાની ધમકી આપી. અને કહ્યું કે જો તે તેની ના થઇ તો તે અન્ય કોઇની પણ નહીં થવા દે.

પીડિતાએ માંગી મદદ

પીડિતાએ માંગી મદદ

ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું છે કે વિજયના આવા વર્તનથી તે ખૂબ જ ડરી ગઇ છે. વધુમાં ઉના પોલિસે પણ ફરિયાદ નોંધવાની ના પાડતા અમદાવાદમાં તેણે આ ફરિયાદ નોંધાવી છે અને હવે તે આ મામલે પોલિસ સરક્ષણ અને યોગ્ય ન્યાય માંગી રહી છે.

English summary
In Women Police Station Ahmedabad, Rape Complaint filed Against Una Ex MLA Son Vijay Rathod.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X