For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી- અમિત શાહને રાહતઃ ઇશરત કેસમાં CBI નહીં બનાવે આરોપી

By Super
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 1 જૂલાઇઃ ચર્ચાસ્પદ ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને પૂર્વ ગૃહરાજ્ય મંત્રી અમિત શાહ માટે હાલ રાહતના સમાચાર છે. આ કેસની તપાસ ચલાવી રહેલી સીબીઆઇ દ્વારા તેમને હાલ પુરતા આરોપી નહીં બનાવવામાં આવે તેવા અહેવાલ છે. અત્યાર સુધી જે તપાસ હાથ ધરવામાં આવી છે, તેમાં અપૂરતા પૂરાવાઓ છે અને જો ચાર્જશીટમાં તેમના નામ મુકવામાં આવે તો તે એ રાજકીય મુદ્દો બને તેવી આશંકાઓના કારણે સીબીઆઇ દ્વારા હાલ પુરતો આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ચાર્જશીટમાં મોદી અને અમિત શાહનું નામ મુકવામાં આવ્યું નથી, પરંતુ આ કેસ સાથે સંકળાયેલા પોલીસ અધિકારી અને આઇબીના વડા રાજેન્દ્રકુમારને આરોપી બનાવવામાં આવ્યા છે. સીબીઆઇના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ઇશરત કેસની તપાસ પૂરી થઇ ગઇ છે અને હાઇકોર્ટના હૂકમને અનુસરીને 4 જૂલાઇ પહેલા સીબીઆઇ દ્વારા પોતાની આ ચાર્જશીટ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઇશરત એન્કાઉન્ટર કેસને જ્યારથી પુનઃ શરૂ કરવામાં આવ્યો છે ત્યારથી આ કેસમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહને આરોપી બનાવવામાં આવશે તેવી અટકળોએ જોર પકડ્યું હતું, પરંતુ હાલ ચાર્જશીટમાં આ બન્નેનું નામ આરોપી તરીકે બાકાત કરીને સીબીઆઇએ એક સેફ પગલું ભર્યું હોય તેવું જણાઇ રહ્યું છે. નોંધનીય છે કે સીબીઆઇ કેન્દ્રના સૂચનો પર કામ કરી રહી હોવાના અક્ષેપો મુખ્યમંત્રી મોદી અને ભાજપ દ્વારા સતત કરવામાં આવી રહ્યાં છે અને આ જ કારણે સીબીઆઇએ તેમના નામ ચાર્જશીટમાં નહીં લઇને તેને રાજકીય મુદ્દો બનતો હાલ પુરતો અટકાવ્યો છે. ઇશરત એન્કાઉન્ટર સાથે જોડાયેલી વધુ માહિતી માટે તસવીરો પર ક્લિક કરો.

અત્યાર સુધી કોની થઇ છે ધરપકડ

અત્યાર સુધી કોની થઇ છે ધરપકડ

ઇશરત જહાં કેસમાં અત્યાર સુધી પીઆઇ તરુણ બારોટ, ડો. નરેન્દ્ર અમીન, આઇપીએસ વણઝારા, આઇપીએસ અધિકારી ગિરીશ સિંઘલ, ભરત પટેલ અને અનાજી ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી.

એફઆઇઆર રદ કરવા અંગેની પાંડેની અરજીનો આજે ચુકાદો

એફઆઇઆર રદ કરવા અંગેની પાંડેની અરજીનો આજે ચુકાદો

ઇશરજ જહાં નકલી એન્કાઉન્ટર કેસની એફઆઇઆર રદ કરવાની આઇપીએસ અધિકારી પી.પી. પાન્ડેની અરજી પર આજે ચુકાદો આવે તેવી સંભાવનાઓ છે.

શું છે ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ

શું છે ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ

15 જૂન 2004ના રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોતરપુર વોટર વર્ક્સ પાસે ઇશરત જહાં, જાવેદ શેખ, ઝીશાન જોહર અને અમજદ અલીનું એન્કાઉન્ટર કર્યું હતું. ઉક્ત ચારેય આતંકવાદીઓ છે અને મુંબઇથી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાના ષડયંત્રને અંજામ આપવા માટે અહીં આવ્યા હોવાનું જે તે સમયે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આપવામાં આવી હતી. જો કે, ઇશરત જહાં સહિત સોહરાબુદ્દીન, તુલસી પ્રજાપતિ અને સાદિક જમાલનું એન્કાઉન્ટર ખોટી રીતે કરીને તેમને ઠાર માર્યા હોવાની ફરિયાદ કરવામાં આવતા આ એન્કાઉન્ટરની તપાસ સીબીઆઇને સોંપવામા આવી હતી અને ત્યારબાદ એક પછી એક ગુજરાત પોલીસના જાણીતા અધિકારીઓની ધરપકડ સીબીઆઇ દ્વારા કરવામાં આવી હતી.

ઇશરત એન્કાઉન્ટર સાથે જોડાયેલી અન્ય માહિતી

ઇશરત એન્કાઉન્ટર સાથે જોડાયેલી અન્ય માહિતી

ઇશરત એન્કાઉન્ટર સાથે જોડાયેલી અન્ય માહિતી

English summary
CBI not include gujarat chief minister narendra modi and former home minister amit shah's name in chargsheet of ishrat encounter case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X