For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇમાનદારીનું ઉદાહરણ: રિક્ષા ડ્રાઇવરે પરત કર્યો 1.90 કરોડનો ચેક

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

auto-rickshaw
અમદાવાદ, 16 મે: આજના જમાનામાં ઇમાનદાર લોકો મળવા ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ હજુ કેટલાક એવા લોકો છે જે ઇમાનદારીનું ઉદાહરણ પુરી પાડી રહ્યાં છે. ગુજરાતના અમદાવાદમાં એક એવો વ્યક્તિ છે જેની ઇમાનદારીની આજે દરેક જગ્યાએ ચર્ચા થાય છે. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતા રાજૂ ભરવાડ એવો વ્યક્તિ છે જે આજે ઇમાનદારીની નવી ઓળખ બની ગયો છે.

રાજૂએ પોતાની ઇમાનદારીનો પરિચય આપતાં એક કરોડ 90 લાખનો ચેક ગુજરાત સરકારને પરત કરી દિધો છે. જો કે રાજૂને આ ચેક તેની જમીન માટે મળ્યો હતો. સાણંદમાં તેના પરિવારની 10 વીઘા જમીન હતી. ત્રીસ વર્ષ પહેલાં તેના દાદાએ લગભગ પાંચ લાખ રૂપિયામાં ત્રણ વીઘા જમીન વેચી હતી. આ જમીન પર 40 પરિવારોના મકાન બનાવી લીધા ત્યારબાદ નેનો ગુજરાતમાં આવી તો જમીન ભાવ આસમાને પહોંચી ગયા.

ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના પ્લાન્ટની આસપાસની જમીન ખરીદવાની શરૂ કરી દિધી અને માલિકોને પૈસા ચુકવવાનું શરૂ કરી દિધુ. રાજૂને પણ તેમની જમીનની અવેજમાં આ રકમ આપવામાં આવી હતી. પરંતુ રાજૂના પરિવાર આ જમીન વેચી ચુક્યો હતો અને આ જમીન નવા માલિકોએ પોતાના નામ દાખલ કરાવ્યા ન હતા, જેથી રેકોર્ડમાં રાજૂના પરિવારનું નામ દાખલ હતું, પરંતુ તેમછતાં તેના નામનો ચેક આવી ગયો. પરંતુ આટલી મોટી રકમ હોવાછતાં આ પરિવારનું ઇમાન ડગમગ્યું નહી અને ચેક સરકારને પરત કરી દિધો.

English summary
An Ahmedabad auto rickshaw driver has returned Rs 1.90 crore cheque issued in his name in lieu of three bigha land acquired for Tata's Nano plant in Sanand.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X