ઝવેરી હત્યા લૂંટમાં સપાના સરપંચના પતિની સંડોવણી

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.

ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, રાજ્યભરમાં ચર્ચિત બનેલો હિતેશ ઝવેરીની હત્યા અને લૂંટના કેસનો ભેદ ઉકેલવામાં અમદાવાદ પોલીસને સફળતાં સાંપડી છે. અમદાવાદ પોલીસ દ્વારા દિલ્હીમાંથી બે આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. જેમાંના એક આરોપીની પત્ની ઉત્તર પ્રદેશના બુલંદ શહેર જિલ્લાના કુલસેના ગામના સરપંચ અને સમાજવાદી પાર્ટીના સભ્ય છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની બે ટીમો દ્વારા બે શૂટર અકીલ અહેમદ અબ્દુલ કરીમ જેહાજુ તથા તેના ભાઇ કફીલ અહમદ કરીમને ઝડપી પાડ્યા છે. તેમજ તેમને શરણ આપનાર ઝબુર રહેમાનીની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમજ આ ગેંગના અન્ય બે સભ્યને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

સુરતમાં મહિલા સાથે કંઢગી હાલતમાં રહેલા યુવકની હત્યા

સુરતમાં મહિલા સાથે કંઢગી હાલતમાં રહેલા યુવકની હત્યા

સુરતના પૂણા વિસ્તારમાં હત્યા કરાયેલી અવસ્થમાં મળેલી રામપુરાના કેતનની લાશના બનાવમાં પોલીસને મોટી સફળતાં હાથ લાગી છે. પોલીસે આંધ્ર પ્રદેશના નક્સલી વિસ્તારમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીએ પોલીસને જણાવ્યા પ્રમાણે કેતન આરોપીની હમવતની અને અન્ય આરોપીની લિગંનાનીની પત્ની રેણુકા સાથે કઢંગી હાલતમાં જોવા મળ્યો હતો. જેના કારણે તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઝવેરી હત્યા લૂંટમાં સપાના સરપંચના પતિની સંડોવણી

ઝવેરી હત્યા લૂંટમાં સપાના સરપંચના પતિની સંડોવણી

રાજ્યભરમાં ચર્ચિત બનેલો હિતેશ ઝવેરીની હત્યાં અને લૂંટના કેસનો ભેદ ઉકેલવામાં અમદાવાદ પોલીસને સફળતાં સાંપડી છે. અમદાવાદ પોલીસ દ્વારા દિલ્હીમાંથી બે આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. જેમાંના એક આરોપીની પત્ની ઉત્તર પ્રદેશના બુલંદ શહેર જિલ્લાના કુલસેના ગામના સરપંચ અને સમાજવાદી પાર્ટીના સભ્ય છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની બે ટીમો દ્વારા બે શૂટર અકીલ અહેમદ અબ્દુલ કરીમ જેહાજુ તથા તેના ભાઇ કફીલ અહમદ કરીમને ઝડપી પાડ્યા છે. તેમજ તેમને શરણ આપનાર ઝબુર રહેમાનીની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમજ આ ગેંગના અન્ય બે સભ્યને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

ભાવનગરઃ 10 વર્ષની બાળકી પર સાવકા બાપનું દુષ્કર્મ

ભાવનગરઃ 10 વર્ષની બાળકી પર સાવકા બાપનું દુષ્કર્મ

ભાવનગરમાં એક મહિના સુધી 10 વર્ષની સાવકી પુત્રીને પિતા હવસનો શિકાર બનાવતો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પિતાના દુષ્કર્મથી પેટમાં દુખાવો ઉપડતા બાળકીને રાજકોટની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. તબીબો દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ઉક્ત શરમજનક ઘટના પ્રકાશમાં આવી હતી. જે અંગેની જાણ એ ડીવીઝન પોલીસને કરવામાં આવી હતી. પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરી છે.

અંજારઃ મહિલાની પટ્ટા વડે જાહેરમાં ધોલાઇ

અંજારઃ મહિલાની પટ્ટા વડે જાહેરમાં ધોલાઇ

અંજાર શહેરના મુખ્ય બજારમાં રવિવારે એક શખ્સે ગરીબ મહિલાને જાહેરમાં માર માર્યો હતો. આ અંગે જાણવા મળ્યાનુસાર, મહિલાનો માત્ર એટલો જ ગુનો હતો કે તેણે એ વ્યક્તિના પ્લોટમાંથી કચરો વીણ્યો હતો. જેને લઇને ઉશ્કેરાયેલા પ્લોટ માલિકે મહિલામાં કચરો વીણવાના બહાને ચોરી કરવાનો આરોપ લગાવી ભર બજારમાં પટ્ટા વચ્ચે માર મર્યો હતો.

English summary
3 including one Samajwadi Party worker arrested Hitesh Zaveri loot/murder case. here is the top news of gujarat.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.