For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગીર બાદ ભાવનગર બની શકે છે સાવજોનું બીજું ઘર

By Super
|
Google Oneindia Gujarati News

lion
ભાવનગર, 15 જુલાઇઃ ભાવનગર જિલ્લામાં અંદાજે 50 જેટલા સિંહ જોવા મળતા જંગલ સત્તાધિકારીઓ દ્વારા અલગ સિંહ સંરક્ષણ રાખવા માટે યોજના રજુ કરવામાં આવી છે. સાસણ(ગીર)ના ફોરેસ્ટ ડેપ્યુટી સંરક્ષક ડો. સંદીપ કુમાર દ્વારા આ પરિયોજના રાજ્ય સરકાર સમક્ષ મુકી છે.

તેમણે કહ્યું છે કે, આ વિસ્તારમાં 53 જેટલા સિંહ જોવા મળ્યા છે, કે જેમની ચહલ-પહલમાં વધારો જોવા મળ્યો છે. સામાન્ય રીતે મુખ્ય સિંહ અભ્યારણ્ય ગીર નેશનલ પાર્ક છે, પરંતુ આ વિસ્તાર તેનાથી અલગ છે.

તેમણે કહ્યું કે, હાલના સમયે સિંહો ગીર નેશનલ પાર્ક, પાનિયા અભ્યારણ્યમાં વહેંચાયેલા છે અને અન્ય છ સેટેલાઇટ લાયન પોપ્યુલેશન કે જે કોર પોપ્યુલેશન સાથે કોરિડોર્સ સાથે જોડાયેલા છે. સેટેલાઇટ લાયન પોપ્યુલેશન અંગે તેમણે કહ્યું કે, ગીર અભ્યારણ્યથી 65 કિમી દૂર ભાવનગરમાં શેત્રુંજી નદીના વિસ્તારમાં છે અને જે કોર પોપ્યુલેશન સાથે સીધા જોડાયેલા નથી.

English summary
A separate lion conservation reserve has been proposed by forest authorities in Bhavnagar district of Gujarat after over 50 big cats were spotted in the area.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X