• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભાવનગરના બોરતળાવ પાસે યુવતીની લાશ મળી આવી

|

[ ગુજરાત ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અમદાવાદમાં કંપાવી નાખતા અકસ્માત મહિલાના 3 ટુકડા થયા

અમદાવાદમાં કંપાવી નાખતા અકસ્માત મહિલાના 3 ટુકડા થયા

અમદાવાદમાં ફરીથી એક વાર ટ્રક ડ્રાઇવર બેફામ બન્યા છે રાજસ્થાન પાંસિંગની એક ટ્રકે મહિલાને અડફેટે લેતા મહિલા કરૂણ રીતે મોતને ભેટી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે મહિલા આશરે 50 મીટર સુધી ઢસડાઈ હતી અને તેના શરીરના ત્રણ ટુકડા થઈ ગયા હતા. તેમજ રસ્તા ઉપર લોહીના લિસોટા તેમજ માંસના લોચા ફેલાઈ ગયા હતા. પોલીસે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી હતી. મૃતક લતા બહેનના પતિ ભદ્રેશભાઈ રાણાએ જણાવ્યુ હતું કે તેઓ ભૂલાભાઈ તરફ જઈ રહ્યા હતા ત્યાં રસ્તામાં પડેલા ખાડાથી બચવા તેઓએ એક્ટિવા સહેજ સાઇડમાં લીધું ત્યારે પાછળ આ રહેલી ટ્રકે એક્ટિવાને હડફેટે લીધું હતું. અને લતાબહેન ટ્રકના ટાયરમાં ફસાઈ ગયા હતા.

લઠ્ઠાકાંડમાં પારઘી સમિતિએ આપ્યો રિપોર્ટ

લઠ્ઠાકાંડમાં પારઘી સમિતિએ આપ્યો રિપોર્ટ

વરેલીના લઠ્ઠાકાંડ માટે બનાવેલી ડીજી વી.એમ. પારઘીની અધ્યક્ષતાની સમિતિએ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવને પોતાનો રિપોર્ટ સોંપ્યો છે જેમાં સૂત્રો દ્વારા માહિતી બહાર આવી છે કે ઝેરી લઠ્ઠો પીવાથી વરેલીમાં મોત થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ દારૂમાં મિથેનોલ હોવાનું પણ પ્રાથમિક તારણ છે. તપાસ કમિટીનો અહેવાલ કેબિનેટ બેઠકમાં રજૂ કરવામાં આવી શકે છે. કેબિનેટ સમક્ષ રિપોર્ટ મૂકાયા બાદ વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે

વરેલીમાં રોગચાળાના ભયને લીધો લોકોનુ સ્થળાંતર

વરેલીમાં રોગચાળાના ભયને લીધો લોકોનુ સ્થળાંતર

જે રીતે વરેલીમાં ઘટના ક્રમ આકાર લઈ રહ્યો છે તે જોતા લોકો ગામ છોડી છોડીને જઈ રહ્યા છે. લઠ્ઠાકાંડ દરમિયાન વરેલીમાં રોગચાળાની અફવા ફેલાઈ છે. રોગચાળાની અફવાને પગલે પરપ્રાંતીય તથા હળપતિ લોકોએ ગામ છોડી જતા ગ્રામ પંચાયત નું તંત્ર હરકતમાં આવી ગયું છે. આ ઘટનાથી હજીરા, પલસાણા પાંડસેરામાં આવેલી મિલોના માલિકો પણ ચિંતામા સરી ગયા છે કારણ કે અહીં કામ કરતા મોટા ભાગના લોકો ઉત્તર પ્રદેશના છે.

બાપુનગરમાં ખાનગી અદાવતમાં ફાયરિંગ

બાપુનગરમાં ખાનગી અદાવતમાં ફાયરિંગ

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ ગત મોડી રાત્રે કારની લે વેચ કરાત બે ગ્રુપ વચ્ચે ફાયરિંગ થયુ હતું જેમાં બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. બાપુનગર જનરલ હોસ્પિટલ પાસે કારની લે-વેચ કરતા બે ગ્રુપ વચ્ચે નાણાકીય લેવડદેવડના મામલે ફાયરીગ થતાં બે શખસોને ઇજા થઇ હતી. જે પૈકી એક યુવકને શારદાબહેન હોસ્પિટલ અને બીજાને સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. બાપુનગરમાં મોડીરાત્રે ખાનગી ફાયરિંગની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે.

વડાપ્રધાન મોદી જન્મદિવસે કરશે 2017ની તૈયારી

વડાપ્રધાન મોદી જન્મદિવસે કરશે 2017ની તૈયારી

ભાજપને પાટીદારો તથા દલિતોના મુદ્દે જે રીતે નુકાસન થયું છે તે નુકસાનને અટકાવવા પ્રધાનમંત્રી મોદી મેદાને પડશે. મોદી તેના જન્મદિવસના રોજ 2017ની ચૂંટણી પ્રચારનો આરંભ કરશે તેવું મનાઇ રહ્યું છે.નોંધનીય છે કે તેઓ સૌની યોજનાના લોકાર્પણ બાદ ફરીથી ટૂંકાગાળામાં ગુજરાત આવી રહ્યા છે. પ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તેમના જન્મદિને જાહેર કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીને સભાઓ સંબોધશે. ત્યારે હાલમાં દક્ષિણ ગુજરાતની 35 પૈકી 29 બેઠકો ભાજપ પાસે છે. જે જાળવી રાખવી ભાજપ કમર કસી રહ્યું હોય તેવું લાગે છે.

ભાવનગરના બોરતળાવ પાસે યુવતીની લાશ મળી આવી

ભાવનગરના બોરતળાવ પાસે યુવતીની લાશ મળી આવી

ભાવનગરના બોર તળાવ વિસ્તાર કિનારે બોટિંગ હાઉસ પાસે કોઈ અજાણી યુવતીની લાશ મળી આવતા ખળભળાટ મચ્યો હતો. આ યુવતીના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી હોય તેવું જોવા મળતું હતું. પોલીસે આ યુવતીની ઓળખ અંગે તપાસ આરંભી છે.

અરવલ્લી પાસેથી દોઢ કરોડનો દારૂ ઝડપાયો

અરવલ્લી પાસેથી દોઢ કરોડનો દારૂ ઝડપાયો

અરવલ્લી જીલ્લાના શામળાજી પાસેથી ગત મોડી રાતે સીઆઈડીના સીઆઈ સેલે શામળાજી નજીકથી દોઢ કરોડ ઉપરાંતની રકમના દારૂ સાથે 5 ટ્રક ઝડપી પાડી હતી. તેજમ 2 આરોપીઓને પણ ઝડપ્યા હતા. સીઆઈડી ક્રાઇમના સીઆઈસેલના અધિકારીઓની ટીમ દ્વારા મોડીરાતે શામળાજી-મોડાસા માર્ગ પરથી ત્રણ ટ્રક તેમજ વાટડા ટોલનાકા નજીકથી એક ટ્રક અને શામળાજીથી એક એમ કુલ પાંચ અંગ્રેજી દારૂ ભરેલા ટ્રકો ઝડપાયા હતા.

કેશોદમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર પકડાયો

કેશોદમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર પકડાયો

કેશોદમાં થોડા દિવસ પહેલા એક 3 વર્ષની બાળકી પર થયેલા બળાત્કારની ઘટનાએ ખળભળાટ મચાવ્યો હતો. ત્યારે આ કેસમાં પોલિસે 50 વર્ષીય જીલુ લાખા સોલંકીની અટક કરી છે. જીલુ લાખાએ તેના જ પરિવારની બાળા પર બળાત્કાર આચર્યો હતો. કેશોદમાં માતા પિતા સાથે રહેતી બાળા ઘરે આ નરાધમ આવ્યો હતો ત્યારે તે બાળાને આવવારૂ જગ્યાએ લઈ ગયો હતો અને કુકર્મ આચર્યું હતું. જોકે પોલીસે સતર્ક બનીને આ નરાધમને ઝબ્બે કર્યો હતો અને આગળની કામગીરી હાથ ધરી છે.

કાદવ કીચડ વાળા કોર્પોરેટર કમિશ્નરને મળ્યા

કાદવ કીચડ વાળા કોર્પોરેટર કમિશ્નરને મળ્યા

જામનગર વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા કાદવના ખાડામાં ખાબકી ગયા હતા. જે બાદ તે તેવી કાદવ કીચડ વાળી હાલતમાં જ આ અંગે કમિશ્નરને રજુવાત કરવા મહાનગર પાલિકાની કચેરી પહોંચ્યા હતા. જ્યાં તેમણે આ અંગે કમિશ્નરને રજૂઆત કરીને આ અંગે જલ્દી જ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

વરેલી લઠ્ઠાકાંડની તપાસ હવે ATSના હાથમાં

વરેલી લઠ્ઠાકાંડની તપાસ હવે ATSના હાથમાં

સુરત પાસે આવેલા વરેલી ગામે લઠ્ઠાકાંડ બાદ અત્યાર સુધીમાં લગભગ 21 લોકોની મૃત્યુ થઇ છે. તે બાદ આજે એટીએસ ટીમે આ પર પોતાની અધિકૃત તપાસ શરૂ કરી છે. જેમાં અલગ અલગ ટીમ બનાવીને સધન તપાસ શરૂ કરવામાં આવી છે. અને આ અંગે તમામ લોકોના નિવેદન લેવાની સાથે જ તપાસ શરૂ કરવામાં આવી છે.

English summary
september 14 top local news gujarat bullet news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more