ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

[ ગુજરાત ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

મહિલાની આંખમા મરચાની ભૂંકી નાખી માર મરાયો

મહિલાની આંખમા મરચાની ભૂંકી નાખી માર મરાયો

શહેરના પાલડી વિસ્તારમાં એક યુવતી પર કેટલાક લુખ્ખા તત્વોએ દ્વારા મરચાની ભૂક્કી નાખી હુમલો કરી ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટના બની હતી. મહિલાએ આરોપ લગાવતાં કહ્યું કે, ‘જય સરવૈયા, રાજવી પટેલ અને અન્ય વ્યક્તિઓ દ્વારા હુમલો કરાયો છે. તેઓ મારા પિતાના ઘરની પાસે જ રહે છે અને એક વર્ષ પહેલાં તેમની પુત્રીની તબિયત ખરાબ હોવાના કારણે મેં તેમને પૈસાની મદદ કરી હતી. મારે પૈસાની જરૂર હોવાથી હું તેમના પાસેથી પૈસા પાછા માંગતી હતી જેના કારણે છેલ્લા ત્રણેક મહિનાથી તેઓ મને હેરાન કરતા હતા. તેઓ મારા અન્ય લોકો સાથે અનૈતિક સંબંધોની ખોટી વાતો મારા પતિને કરી દેવાની ધમકી આપતા હતા.

આણંદ નજીક ગાડી પલ્ટી, એકનું મોત

આણંદ નજીક ગાડી પલ્ટી, એકનું મોત

અમદાવાદ નિર્ણયનગર વિસ્તારમાં રહેતા 46 વર્ષીય વિનોદભાઈ ભગોરા અન્ય શિક્ષક સાથે સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે કાર લઇ અમદાવાદથી વડોદરા જવા માટે નીકળ્યા હતા. ત્યારે નેશનલ હાઈવે આઠ પર આણંદની સામરખા ચોકડી પાસે ઓવરબ્રિજ ઉપર કારના ચાલકે અચાનક કાર પરથી કાબૂ ગુમાવતા કાર રોડની વચ્ચેના ડીવાઈડર સાથે અથડાઈ કૂદીને ચારથી પાંચ પલ્ટીઓ ખાઈ ગઇ હતી. આ ઘટનામાં વિનોદભાઇનું મોત થયું હતું. અને અન્ય 5 ને ઇજા થઈ હતી. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પાસ દ્વારા થશે સ્વાભિમાન યાત્રા

પાસ દ્વારા થશે સ્વાભિમાન યાત્રા

પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)એ પોતાની માગણીઓને બુલંદ બનાવવા માટે 21 સપ્ટેમ્બરે વિજાપુરથી ગાંધીનગરની પાટીદાર સ્વાભિમાન યાત્રા કાઢવાનો નિર્ણય લીધો છે. આ યાત્રામાં 51 હજાર પાટીદારો જોડાશે તેવી જાહેરાત કરાઈ છે. વધુમાં તેમાં મહિલાઓ તથા યુવાનો પણ મોટી સંખ્યામાં જોડાશે. આ સ્વાભિમાન યાત્રામાં અમદાવાદ અને ગાંધીનગરથી પણ પાટીદારો મોટી સંખ્યામાં જોડાય તેવું આયોજન કરાઈ રહ્યું છે.

ગુજરાતમાં ભાદરવે વરસાદ

ગુજરાતમાં ભાદરવે વરસાદ

આંધ્ર પ્રદેશમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ગુજરાતમાં ભર ભાદરવે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં જુદા જુદા સ્થળોએ વરસાદે રસ્તાને નદી બનાવી દીધો છે. તો અમદાવાદમાં નવ વાગ્યા પછી પવન સાથે વરસાદે એન્ટ્રી કરી હતી અને વટવા મહેમદાવાદ સુધી થોડા થોડા સમયના અંતરે ભારે ઝાપટું આવ્યું હતું. વિસાવદર પંથકમાં ગુરુવારે બપોરે બાદ આકાશમાં ઘનઘોર વાદળોને લીધે ભર ચોમાસું લાગતુ હતું અને આશરે 7 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો.

બચ્ચનને

બચ્ચનને "બદબૂ ગુજરાત કી" જોવા દલિત નેતાનું આમંત્રણ

ગુજરાતમાં બનેલી ઊના અત્યાચારની ઘટના બાદ દલિતો પર થઈ રહેલા અત્યાચારનો વિરોધ કરવા દલિત સમાજ ખુલીને બહાર આવ્યો છે એટલું જ નહીં, પરંતુ ગઈ કાલે સાંજે કલોલમાં યોજાયેલી જનસભામાં એકઠા થયેલા દલિતોએ બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને 1500 પોસ્ટકાર્ડ લખીને ગુજરાતમાં ‘બદબૂ ગુજરાત કી'જોવા આવવા માટેનું નિમંત્રણ પાઠવ્યું છે.

એપોલો બળાત્કાર કેસ પછી પાકિસ્તાની ડોક્ટરોનો પર કાતર ચાલી

એપોલો બળાત્કાર કેસ પછી પાકિસ્તાની ડોક્ટરોનો પર કાતર ચાલી

એપોલો હોસ્પિટલમાં તબીબ અને વોર્ડબોય દ્વારા ડેન્ગ્યૂગ્રસ્ત યુવતી પર બળાત્કારના કેસમાં બળાત્કારી ડોક્ટર પાકિસ્તાનો હોવાનું બહાર આવ્યા બાદ અપોલો હોસ્પિટલના સત્તાધીશોએ બુધવારે 9 જવાબદાર પાકિસ્તાની તબીબીઓના ફરજિયાત રાજીનામા માંગી લીધા હતા.

નરેન્દ્ર મોદીના આગમન પહેલાની તડામાર તૈયારીઓ

નરેન્દ્ર મોદીના આગમન પહેલાની તડામાર તૈયારીઓ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે દાહોદના લીમખેડા આવી રહ્યા ત્યારે અનેક વીવીઆઈપી જેમની ઝેડ કેટેગરી સુરક્ષા હોય છે તેઓ બાજુ ના જિલ્લા પંચમહાલ માંથી પસાર થનાર છે ત્યારે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવા માં આવ્યું કે જિલ્લામાં આકાશમાં ઉડી શકે એવા ડ્રોન, તુક્કલ,પ્લાસ્ટિક,પતંગ કે ખાસ કલર ના કપડાં ફરકાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X