ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

[ ગુજરાત ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

લઠ્ઠકાંડઃ ટેન્કરમાંથી મિથેનોલ ચોરાતો હતો

લઠ્ઠકાંડઃ ટેન્કરમાંથી મિથેનોલ ચોરાતો હતો

સુરત શહેર-જિલ્લામાં સર્જાયેલા લઠ્ઠાકાંડ માટે જવાબદાર મિથેનોલની ચોરી કરનારા 4 શખ્સની ધરપકડ કરાઇ. પૂછપરછ દરમિયાન 210 લિટર મિથેનોલની ટેન્કરમાંથી ચોરી કરાઇ હોવાનો ખુલાસો થયો છે. વધુ તપાસ માટે બે ડ્રાઇવરો અને બુટલેગરના 10 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

રૂપાણીએ મોદી સાથે પોતાની સરખામણી કરી

રૂપાણીએ મોદી સાથે પોતાની સરખામણી કરી

જૈન સમાજ દ્વારા અમદાવાદ યુનિ.ના કન્વેંશન હોલ ખાતે વિજય રૂપાણીનો અભિવાદન સમારોહ યોજ્યો. જેમાં રૂપાણી અને તેમની પત્ની, મેયર ગોતમ શાહ ઉપરાંત જૈન સમાજના વડીલો ઉપસ્થિત રહ્યા હતા. કહ્યું કે "મોદી સીએમ બન્યા ત્યારે તેમણે કહ્યું કે હું વન ડે રમવા આવ્યો પરંતુ હું 20-20 રમવા આવ્યો છું."

ઉરી હુમલાના પગલે અમદાવાદમાં ચાંપતો બંદોબસ્ત

ઉરી હુમલાના પગલે અમદાવાદમાં ચાંપતો બંદોબસ્ત

કાશ્મીરના ઉરી સેક્ટરમાં થયેલા આતંકી હુમલા બાદ દેશના તમામ એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવાઇ છે. ઉપરાંત ગુજરાત પોલીસને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. અમદાવાદના અરપોર્ટમાં પણ ભારે સુરક્ષા ગોઠવી દેવાઇ છે.

એક જ દિવસમાં જૂનાગઢમાં બે હત્યા

એક જ દિવસમાં જૂનાગઢમાં બે હત્યા

શહેરમાં છેલ્લા 24 કલાકમાં બે સ્થળોએ ખુની ખેલ ખેલાયો. મધુરમ વિસ્તારમાં કાલે સાંજે પેસેન્જરના મામલે ગાંધીગ્રામમાં રહેતા એક યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરાઇ. આગલી રાત્રે અંગત અદાવતમાં ચાર શખ્સોએ કુહાડીથી હૂમલો કરીને આજીવન કારાવાસના કેદીને રહેંસી નાખ્યો. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી.

અમદાવાદઃ બિલ્ડર પર ફાયરિંગ

અમદાવાદઃ બિલ્ડર પર ફાયરિંગ

શનિવારે મોડી રાત્રે શહેરના જમાલપુરમાં ફાયરિંગ થયું હતું. કાટની મસ્જિદ પાસે બે અજાણ્યા શખ્સોએ બિલ્ડર હનિફ શેખ પર ફાયરિંગ કર્યું હતું. ઘાયલ થયેલા હનિફ શેખને સારવાર અર્થે વી.એસ. હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. એક્ટિવા પર આવેલા બંને શખ્સને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.

અમદાવાદઃ ખુનીની હત્યા થઇ

અમદાવાદઃ ખુનીની હત્યા થઇ

ઈસનપુર વિસ્તારમાં આવેલ લોટસ સ્કુલ પાસે ગતરાત્રીએ એક શખ્સની હત્યા થઇ. ધવલ મરાઠી વટવા વિસ્તારના એક મર્ડરના ગુનામાં જેલમાં હતો જે તાજેતરમાં જ છુટીને આવ્યો હતો. ધવલની જેલમાંથી છુટતાની સાથે જ હત્યા થઇ જતાં ચકચાર મચી જવા પામી છે.

વૉટ્સ એપથી ગુમ થયેલા બાળકનો પત્તો લાગ્યો

વૉટ્સ એપથી ગુમ થયેલા બાળકનો પત્તો લાગ્યો

ગણેશ વિસર્જન દરમિયાન અમદાવાદમાંથી એક 6 વર્ષીય બાળક ગુમ થયું હતું. બાળકને શોધવા માટે પોલીસમાં દોળધામ શરૂ થઇ ગઇ હતી. જો કે વોટ્સ એપ ગ્રુપ દ્વારા આ બાળકનો પત્તો લાગી ગયો હતો. વાળજમાંથી ગુમ થયેલો બાળક ઘાટલોડિયાના સંજયનગર વિસ્તારમાંથી મળી આવ્યું.

ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ, 2 કરોડની ખંડણી મંગાવાઇ

ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ, 2 કરોડની ખંડણી મંગાવાઇ

આસોદરમાં ટાઇલ્સ સાથે સંકળાયેલ એક વેપારી ના દીકરાનું શુક્રવારે બપોરના સમયે અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરી રૂપિયા 2 કરોડની ખંડણી માગી. પોલીસે અપહરણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જયમીનની કાર આસોદર પાસેથી બિનવારસી હાલતમાં મળી આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X