ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ગોસાબારા કેસમાં અબ્દુલ બાટલીવાલાની ધરપકડ

September 20 top local news gujarat bullet news

આરડીએક્સ લેન્ડીંગ કેસ મામલે ગુજરાત એટીએસે મુંબઈથી અબ્દુલ સત્તાર બાટલીવાલા નામના આરોપીની ધરપકડ કરી હતી. અબ્દુલ બાટલીવાલા સામે જામનગરમાં પણ ગુનો નોંધાયેલો હોવાથી જામનગર પોલીસે બાટલીવાલાનો કબ્જો સંભાળ્યો હતો. જામનગરના કેસ મામલે પોલીસે તેનો કબ્જો લઈ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. નોંધનીય છે કે, વર્ષ 1993માં મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં જે આરડીએક્સનો ઉપયોગ થયો હતો તે આરડીએક્સ પોરબંદર નજીક ગોસાબારા ખાતે ઉતારવામા આવ્યું હતું. આ મામલાનું સમગ્ર કાવતરું જામનગરમાં ઘડાયું હતું. આ મામલામાં અબ્દુલ સત્તાર બાટલીવાલા પણ સામેલ હતો. જે 1993 બાદ ફરાર હતો. ગુજરાત એટીએસે બાટલીવાલાને મુંબઈથી ઝડપ્યો હતો.

શેત્રુંજીની જળસપાટી વધતા પાણીકાપમાં રાહત

September 20 top local news gujarat bullet news

છેલ્લા બે ત્રણ દિવસના વરસાદન પગલે અત્યાર સુધી ઓછો ભરાયેલો શેત્રુંજી ડેમની જળસપાટીમાં વધારો થયો હતો. ભાવનગરમાં આવેલા શેત્રુંજી ડેમની સપાટી ઘણા સમય પછી વધી હતી. શેત્રુંજી ડેમમાં વરસાદ કારણે સાડા 6 ફૂટનો નોંધપાત્ર વધારો થયો છે. જે ભાવનગર જિલ્લાવાસીઓ માટે આનંદની બાબત છે. ડેમની સપાટી 24 ફૂટને આંબી જતા ભાવનગર શહેરનો પીવાના પાણીનો પ્રશ્ન હાલ પૂરતો ટળી ગયો છે.

પદ્માવતી ફિલ્મ અંગે હાર્દિકે સંજય લીલા ભણસાળીને લખ્યો પત્ર

September 20 top local news gujarat bullet news

હાર્દિકે સંદજય લીલા ભણસાલીને આગામી ફિલ્મ પદ્માવતી માટે પત્ર લખીને ઇતિહાસ સાથે ચેડા ન કરવા જણાવ્યું છે. હાર્દિકે ભણસાલીને હિન્દીમાં એક પત્ર લખ્યો હતો અને પદ્માવતી ફિલ્મમાં મનોરંજનના હેતુ માટે રાણી પદ્મિનીની સચ્ચાઇ સાથે ચેડા કરવાની સલાહ આપી છે.

ભાદરવામાં મેઘમહેરથી ઠેર ઠેર ભરાયા પાણી

September 20 top local news gujarat bullet news

છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને પગલે સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં પાણી ભરાયા હતા અને કેટલાક ઠેકાણે તો ગામો સંપર્ક વિહોણા બન્યા હતા તેમજ પશુઓ પણ તાણાયા હતા. દક્ષિણ ગુજરાતની વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ વરસ્યો હતો. તો ડાંગમાં પાણીને કારણે એક યુવકનુ તણાઈ જતા મોત થયું હતું. અને પશુધન પણ તણાયું હતું.

ગુજરાતમાં વરસાદની મેધમહેર

September 20 top local news gujarat bullet news

ત્યારે ગુજરાતમાં વરસાદની મેધમહેર પર નજર કરીએ તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને ગિરસોમનાથ જિલ્લામાં મેઘસવારી ચાલુ રહી હતી. જેમાં જૂનાગઢ 2, ભેંસાણ 1, કેશોદ1, માળિયા હાટીના-મેંદરડા અડધો ઇંચ, વંથલી 1, વિસાવદર 3, ઉના 1 અને તાલાલા તેમજ ગિર જંગલમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો.

છકડો રિક્ષા પર ઝાડ પડતા ત્રણ શિક્ષિકાના કરૂણ મોત

September 20 top local news gujarat bullet news

મહેમદાવાદ પાસે આવેલા અરેરા ગામની સીમમાંથી પસાર થતા એક છકડા ઉપર ઝાડ પડતા તેમાં બેસેલી ત્રણ શિક્ષિકાઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે મોત થયું હતુ. ઉપરાંત રિક્ષા ચાલકના શરીરે પણ ઘણી ઇજા થઈ હતી. અકસ્માતનો ભોગ બનેલ એક શિક્ષિકા અંધજન પ્રાથમિક શાળામાં, એક અરેરા પ્રાથમિક શાળામાં તથા એક શિક્ષિકા આંગણવાડીમાં ફરજ બજાવતી હતી. આ ઘટનાની જાણ સમગ્ર પંથકમાં થતાં શિક્ષક સમાજમાં તથા શિક્ષિકાઓના પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો હતો.

ડી.જી. વણઝારાઃ "સરકાર હિન્દુ વિરોધી છે"

September 20 top local news gujarat bullet news

સુરેન્દ્રનગરમાં ડી.જી. વણઝારાનો સન્માન સમારંભ આયોજત કરવામાં આવ્યો હતો. તેમાં ડી.જી.વણજારાએ પોતાના વક્તવ્યમાં સરકારને આડે હાથે લીધી હતી. તેમને જણવ્યું કે લાંબા જેલવાસ ભોગવીને મેં રાષ્ટ્ર સેવા બજાવી છે. આ સરકાર હંમેશ હિન્દુ વિરોધી રહી છે, હિંદુ જો નહિ જાગે તો હાલના કાશ્મીર જેવી હાલત ગુજરાતની થવાની છે. હિંદુસ્તાન એક સમય બિન હિન્દૂ રાષ્ટ્ર બની જાય તો નવાઇ નહિ પામતા. રાષ્ટ્ર વિરોધી તત્વોને તેમના દેશમાં અને ઘરમાં જઈને મારી નાખવા જોઇએ. સરકારની નીતિને વણઝારાએ આકરા શબ્દોમાં વખોડી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X