રેશમા પટેલ અને ચિરાગની ઓડિયો ક્લિપ થઇ વાયરલ
[ ગુજરાત ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો..

રેશમા પટેલ અને ચિરાગની ઓડિયો ક્લિપ થઇ વાયરલ
છેલ્લા કેટલાક દિવસથી પાસમાં સખળડખળ તંત્ર ચાલી રહ્યુ છે અને જાણે પાટીદારો અનામત આંદોલન ભૂલીને અંદરોઅંદર સંઘર્ષ કરી રહ્યા હોય તેમ લાગે છે. હવે પાટીદાર મહિલા નેતા રેશમા પટેલ અને SPGના પ્રવક્તા ચિરાગ પટેલની એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. જેમાં રેશ્મા પટેલ ચિરાગ પટેલને ફોન કરીને તેણે કરલે ઉપવાસ બાબતે વાત કરી રહી છે.

125 ચો.મી. સુધીના બાંધકામ માટે મંજૂરી નહીં લેવી પડે
ગુજરાત સરકાર દ્વારા 125 ચો.મી. સુધીના વ્યક્તિગત મકાનના બાંધકામ માટે હવે લોકોને નગરપાલિકા કે મહાનગરપાલિકા પાસેથી મંજૂરી નહીં લેવી પડે તેવી જાહેરાત કરી છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે શુક્રવારે આ જાહેરાત કરી હતી.

રેશમા પટેલ મામલો શું છે વિવાદ?
આ ઓડિયો ટેપમાં ચિરાગ તેને પૂછી રહ્યો છે કે રેશ્માએ કેટલા દિવસ ઉપવાસ કરેલા? જ્યારે રેશ્મા 21 દિવસ કહે છે ત્યાર બાદ બંને વચ્ચે ઘણી લાંબી ચર્ચા થાય છે. રેશમા પટેલને ચિરાગ પટેલ સમજાવી રહીં છે કે તમે પાસમાંથી બહાર આવી જાવ નહિ તો આ હાર્દિકે જેમ તેના નજીકના લોકોને લાત મારી તેમ તમને પણ આગામી સમયમાં લાત મારી બહાર કાઢી મૂકશે. જો કે તે બાદ રેશમા પટેલે ચિરાગ પાસે આ અંગેના પુરાવા માંગ્યા હતા અને કહ્યુ હતું કે જો પુરાવા હોય તો તમારે સમાજહિતમાં જાહેર કરી દેવા જોઈએ.

કુખ્યાત ગોવા રબારી હવે અમદાવાદ ક્રાઇમ બ્રાંચની પકડમાં
સિટી પલ્સના માલિક અપ્રિત મહેતા પર ફાયરિંગન કેસમાં ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત ગોવા રબારીની ધરપકડ કરી છે. તે વડોદરાની જેલમાં કેદ હતો. શહેરમાં થોડા મહિનાઓ અગાઉ વાડજ પોલીસ સ્ટેશનની હદમાં ગોવા રબારીના ઈશારે સીટી પલ્સના માલિક અર્પિત મહેતા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ સદનસીબે તેમનો આબાદ બચાવ થયો હતો. ત્યારે આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુખ્યાત ગોવા રબારીની ધરપકડ કરી લેવામાં આવી છે.વડોદરાની જેલમાં બંધ ગોવા રબારીની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરાઈ છે.ગોવા રબારી પર કલમ 268 પણ લાગેલી છે જેથી ગૃહ વિભાગમાંથી મંજૂરી લઈ તેની ધરપકડ કરી છે. ગોવા રબારી પર આરોપ છે કે તેને અર્પિત મહેતાની જેલમાંથી બેઠા બેઠા સોપારી લીધી હતી.આ ફાયરિંગ પાછળ રૂપિયા 10 કરોડની લેતી-દેતી હોવાનું બહાર આવ્યું હતું.

જૂનાગઢમાં ચોથા માળે ચઢ્યું વાછરડું પછી શું થયું વાંચો અહીં.
જૂનાગઢમાં એક એપાર્ટમેન્ટના ચોથા માળે વાછરડું ચઢી જતા આસપાસના લોકો જોવા ભેગા થઈ ગયા હતા. સૌને પ્રશ્ન થતો હતો કે આ વાછરડું ચોથા માળે કેવી રીતે ચઢ્યું. ચોથા માળે ચઢેલું વાઢરડું નીચે ન ઉતરી શકતા રઘવાયું થયું હતું. જોકે સ્થાનિકોએ ફાયરની ટીમને જાણ કરતા ફાયરના જવાનોએ ઘણી જહેમત બાદ વાછરડાને બાંધીને સુરક્ષિત નીચે ઉતાર્યું હતું. અચાનક માણસોને આવેલા જોઈ પહેલા તો વાછરડાએ ચોથા માળની અગાસીમાં દોડા દોડ કરી મૂકી હતી જેને નિયંત્રણમાં લાવતા ફાયરન જવાનોને ઘણી મહેનત થઈ હતી.

સુરતમાં શોધાયુ વિશ્વનું અલભ્ય બલ્ડ ગ્રુપ
સુરતના એક રક્તદાન કેન્દ્રએ એવું બ્લ્ડ ગ્રુપ શોધ્યુ છે જે વિશ્વના કોઈ લોહી સાથે મેચ થતું નથી. સુરતનો આ યુવક નામે અંકિત શેલડિયા , તેનું બ્લડગ્રુપ એવું છે જે કોઈ ની સાથે મેચ થતું નથી તેથી તે ન તો લોહી આપી શકે છે ન અન્યનું લોહી લઈ શકે છે. મનુષ્યના શરીરમાં દરેક O,A,B અને AB એમ બ્લ ડગ્રુપ હોય છે તેમાં ફણ પોઝિટીવ કે નેગેટિવ હોય છે. પરંતુ અંકિતનું બ્લડ ગ્રુપ આ માંથી કોઈસાથે મેચ થતું નથી. વર્લ્ડ હેલ્થ ઓગોનાઈઝેન (WHO )દ્વારા પ્રમાણિત ઈન્ટરનેશનલ બ્લડ ગ્રુપ રેફરન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું. આ લેબોરેટરીમાં વિશ્વના દરેક પ્રકાના લોહી હોય છે. જે તમામ સાથે આ બ્લડ સેમ્પલ મેચ કરતા આ રક્ત વિશ્વમાં માત્ર એક હોવાનું જણાવી અંકિતના બ્લડની અલભ્ય લોહી તરીકે નોંધ કરવામાં આવી છે.

વડોદરામાં બાળકી સાથે અડપલા કરનારો ઝડપાયો
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતી બાળકીને શાળાના બાથરૂમમાં લઇ જઇને શારીરીક અડપલા કરવાની ઘટના સામે આવી છે. વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં આવેલી સ્વામી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બાળકીને શાળાનો જ સફાઇ કામદાર કિશોર સોલંકી બાથરૂમમાં આવું કૃત્ય કર્યું છે. જોકે બીજા દિવસે ગભરાયેલી બાળકીએ શાળાએ જવાની ના પાડતા સમગ્ર હકીકત સામે આવી હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને જોતા ગણતરીના કલાકોમાં જ સફાઇ કામદાર કિશોર સોલંકીની ધરપકડ કરી લીધી હતી.

વિજય રૂપાણીની અધ્યક્ષતામાં થઇ ગૃહવિભાગની બેઠક
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગૃહવિધાનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરમા ચાલતા દારૂ જુગારના અડ્ડા બંધ કરવા પોલીસ યોગ્ય પગલાં ભરે તથા કોસ્ટલ સીમા ખાતે સિક્યોરિટી વધારનું નક્કી કરવામાં આવ્યું હતું. સાથે જ શહેરમાં સીસીટીવી કેમેરા માટે નવું બજેટ રજુ કરવા અને મરીન ખાતે તૈનાત કમાન્ડોને અદ્યતન તાલિમ આપવા પર નિર્ણય લેવામાં આવ્યો હતો. શહેરના પોલીસ સ્ટેશનને આધુનિક બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં રાજ્યમા શાંતિપુર્ણ માહોલ યથાવત રહે તેં માટે પોલીસ કટિબદ્ધ છે તથા વિવિધ ક્ષેત્રોમા ભ્રષ્ટાચાર નાબૂદ કરવામા આવશે તેવી માહિતી કાયદામંત્રી પ્રદીપસિંહ જાડેજા આપી હતી.

ભાવનગરમા થયું મહાવીર જન્મ કલ્યાણક વાચન
હાલ પર્યુષણ ચાલી રહ્યા છે ત્યારે ભાવનગરમા જૈન ભક્તો દ્વારા પર્યુષણના પાંચમા દિવસે ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકનું વાચન થયું હતું. ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક વાચન થતા " ત્રીશલાનંદન વીર કી જયબોલો મહાવીર કી" ના નાદ સાથે જૈન સમાજ ભાવવિભોર બન્યો હતો. ભાવનગર જૈન સમાજ દ્વારા હમેશની માફક એક જ છત નીચે કલ્યાણક ઉજવવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
