• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અમદાવાદઃ મૃત હાલતમાં મળી આવ્યો બાળક

|

[ ગુજરાત ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો..

અમદાવાદઃ મૃત હાલતમાં મળી આવ્યો બાળક

અમદાવાદઃ મૃત હાલતમાં મળી આવ્યો બાળક

અનુપમ બ્રિજ નજીકની રેલવે કોલોનીમાં એક 10 વર્ષીય બાળકનો મૃતદેહ મળી આવ્યો. વિવેક પરમાર નામનો આ બાળક શનિવારે અચાનક ગુમ થઇ ગયો હતો. લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી પોલીસે હત્યાનું તપાસ શોધવા કવાયત હાથ ધરી છે.

હૉર્ડિંગ્સમાં વિજય રૂપાણીનો ચહેરો કાળો કરાયો

હૉર્ડિંગ્સમાં વિજય રૂપાણીનો ચહેરો કાળો કરાયો

સોમવારે સીએમ વિજય રૂપાણી જસદણની મુલાકાત લેશે. ત્યારે જસદણમાં વિજયરૂપાણીના ફોટાવાળાં હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં હતાં. કોઇ આવારા તત્વોએ આ હૉર્ડિંગ્સમાં કાલીખ પોખી દીધી હતી. આ બોર્ડમાં નવી બનનારી હોસ્પિટલનું ખાતમૂહુર્ત મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મોરારીબાપુના હસ્તે થવાનું છે.

GMDC કાંડનો જનરલ ડાયર સુરતમાં આવે છેઃ હાર્દિક

GMDC કાંડનો જનરલ ડાયર સુરતમાં આવે છેઃ હાર્દિક

સુરતમાં આગામી 8 તારીખે પાટીદાર અભિવાદન સમારોહ યોજાનાર છે. સમારોહને વખોડતા હાર્દિકે કહ્યું કે જીએમડીસી કાંડનો જનરલ ડાયર સુરતમાં આવી રહ્યો છે. કહ્યું કે સુરતના યુવાનો તથા માતાઓ-બહેનો આ જનરલ ડાયરને એની ઓકાત દેખાડવાનો સમય આવી ગયો છે. અહ્યાં ભાજપના નેતાઓનું સન્માન કરાશે.

ફ્લેટ શિફ્ટ કરતા પહેલાં જ પતિનું મોત

ફ્લેટ શિફ્ટ કરતા પહેલાં જ પતિનું મોત

સુરતમાં ઇંદુ પાટિલ ટિફિન ડિલિવરી કરી પોતાનો ગુજારો કરે છે. પોતાનો ફ્લેટ હોવા છતાં ઇંદુ એક વોચમેનની કેબિનની બાજુમાં રહે છે. 2000માં તેના પતિએ સિદ્ધનગર સોસાયટીમાં ફ્લેટ નંબર 303 ખરીદ્યો હતો. દિવાળી પર ફ્લેટમાં શિફ્ટ થાય તે પહેલાં જ સંબંધીએ તેના પતિની હત્યા કરી નાખી હતી.

મોરારી બાપુ સુરતમાં રામકથા યોજી જવાનો માટે રૂપિયા 100 કરોડ એકત્ર કરશે

મોરારી બાપુ સુરતમાં રામકથા યોજી જવાનો માટે રૂપિયા 100 કરોડ એકત્ર કરશે

ભારતીય સેનાને મદદ કરવાના ઉમદા હેતુ માટે સુરતમાં રામકથા( રાષ્ટ્રકથા)નું આયોજન મોરારીબાપુ ડિસેમ્બર 2017માં કરવાના છે. આ કથાના માઘ્યમથી 100 કરોડ રૂપિયાથી વધુ રકમ ભેગી કરાશે. આ રકમ ભારતીય સેનાના જવાનોના કલ્યાણ માટે વાપરવામાં આવશે.

વિશ્વમાં સૌથી અલગ બ્લડ ગ્રુપવાળો સુરતી યુવાનના ગ્રુપને INRA નામ આપાયું

વિશ્વમાં સૌથી અલગ બ્લડ ગ્રુપવાળો સુરતી યુવાનના ગ્રુપને INRA નામ આપાયું

સુરતમાં ડો.સન્મુખ જોષી, ડો. મેંદપરા, અંકિતા શેલડીયાએ એવો સુરતી યુવાન શોધ્યો છે, જેનું રક્ત વિશ્વના કોઈ પણ વ્યક્તિ સાથે મેચ થતું નથી. તે કોઈને રક્ત આપી શકતો નથી કે કોઇનું રક્ત મેળવી શકતો નથી. લોક સમર્પણ રક્તદાન કેન્દ્રએ આ યુવાનના બ્લડગ્રુપને INRA નામ આપ્યું છે.

અમદાવાદમાં ગાયના પેટમાંથી નીકળ્યો 100 કિલો કચરો

અમદાવાદમાં ગાયના પેટમાંથી નીકળ્યો 100 કિલો કચરો

અમદાવાદમાં જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલના ડૉક્ટર્સે ગઇકાલે એક ગાયના પેટમાંથી લોખંડ, પ્લાસ્ટિક બેગ્સ, ખીલાં, મોજાં સહિત આશરે 100 કિલોગ્રામ કચરો કાઢયો હતો. આ ગાયને સાબરમતી વિસ્તારમાંથી લાવવામાં આવી હતી. ગાય ગર્ભવતી છે અને નબળી પીડ ગઈ છે. ગાય ચાલી શકે તેવી સ્થિતિમાં પણ નહોતી.

રાજકોટમાં રૂપાણીના નજીકના રાજભા કોંગ્રેસમાં જોડાયા

રાજકોટમાં રૂપાણીના નજીકના રાજભા કોંગ્રેસમાં જોડાયા

મુખ્યમંત્રી વિજય રૂપાણીના એક સમયના નજીકના ગણાતા અને ભાજપના એક સમયના અગ્રણી રાજભા ઝાલા શુક્રવારે કોંગ્રેસમાં જોડાયા હતા. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં રૂપાણીના મતવિસ્તાર રાજકોટ-2 સામે ઝૂકાવવાનો પડકાર ફેંકીને જણાવ્યું કે મુખ્‍યમંત્રીએ નિર્ણય કરવાનો છે કે એમણે મારી સામે ચૂંટણી લડવી છે કે નહિ.

આનંદીબેનને હાર્દિકે નહીં પાટીદારોએ ઉથલાવ્યા

આનંદીબેનને હાર્દિકે નહીં પાટીદારોએ ઉથલાવ્યા

સુરતમાં પાટીદાર સન્માન સમિતિના મહેશ સવાણીએ કહ્યું હતું કે, આનંદીબેનને ગુજરાતના મુખ્યમંત્રી પદેથી હટાવવાનુ કામ હાર્દિક પટેલે નહીં પણ પાટીદાર સમાજના લોકોએ જ કર્યુ છે. સમાજ ભાન ભુલ્યો છે હવે તેમને સાચી દિશા બતાવવા માટે 8 સપ્ટેમ્બરે મોટી સંખ્યામાં સમાજના લોકોને ભેગા કરવાના છે.

સૌરાષ્ટ્ર પાસના નેતાઓને હાર્દિકથી દૂર રહેવા સૂચના

સૌરાષ્ટ્ર પાસના નેતાઓને હાર્દિકથી દૂર રહેવા સૂચના

પાસમાં આગામી દિવસોમાં હજુ વધુ પાટીદાર નેતાઓ હાર્દિક પટેલથી છેડો ફાડે તેવી શકયતા વર્તાઇ રહી છે. હવે સૌરાષ્ટ્રમાંથી પણ કેટલાક નેતાઓ પાસમાં નિષ્ક્રિય થઇ જાય તેવો તખ્તો ગોઠવીને પાસના સંગઠનને મૃત:પ્રાય જેવી સ્થિતિમાં લાવી દેવાની વ્યૂહ રચના અપનાવવામાં આવી રહી છે.

સુરતમાં 'ભ્રષ્ટાચારનો કાળ કેજરીવાલ'ના બેનર્સ સાથે AAPની સભાની તૈયારી

સુરતમાં 'ભ્રષ્ટાચારનો કાળ કેજરીવાલ'ના બેનર્સ સાથે AAPની સભાની તૈયારી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આતા સુરતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. સુરત AAP કાર્યકરોએ સહારા દરવાજા વિસ્તારમાં વિશાળ બેનર લગાવવામાં આવ્યાં છે. જેમાં ભ્રષ્ટાચારનો કાળ કેજરીવાલ નામના સ્લોગન નીચે આગામી 16મી તારીખે વરાછાના યોગીચોક ખાતે જનસભાનું આયોજન કરવામાં છે.

અ'વાદઃ વિદેશી કરન્સીના નામે 1.34 લાખની ઠગાઇ

અ'વાદઃ વિદેશી કરન્સીના નામે 1.34 લાખની ઠગાઇ

12 લાખની કિંમતની સાઉદી અરેબિયન કરન્સીની નોટોના 12 બંડલ સસ્તામાં આપવાના બહાને ઠગાઇ થઇ. અમદાવાદના એક યુવાન પાસેથી બે ગઠિયાઓએ 1.35 લાખ પડાવ્યા હતા. રિયાલના બદલામાં ઠગોએ લૂંગીની અંદર છાપાની ગડીમાં વીમ સાબુનો બાંધો પધરાવી દીધો હતો. યુવકે પાલડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

English summary
september 4 top local news gujarat bullet news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more