For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોલીસ કાર્યવાહીના વિરોધમાં આજે અલંગ બંધનું એલાન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

guajrat-map
ભાવનગર, 12 ઑક્ટોબર: ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં આવેલ પ્લોટ નં.૮૨માં થોડાં દિવસ પહેલાં ફાટી નિકળેલી આગના કારણે છ પરપ્રાંતિય મજૂરોનાં મોત નિપજ્યાં હતાં. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરતાં પોલીસે પ્લોટ માલિક સહિત 3 લોકોની ધરપકડ કરી હતી. પોલીસ કાર્યવાહીના ધરપકડના વિરોધમાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ અને તેને સંલગ્ન એસોસિએશનો આજે બંધ પાળશે.

અલંગ એસો.ના પ્રમુખના જણાવ્યા મુજબ શીપ બ્રેકીંગ રીસાયકલીંગ એસો. ઉપરાંત રોલીંગ મીલ, ફર્નેસ ઓઇલ, ઓકસીજન સહિતના સંલગ્ન તમામ એસો.એ આ બંધના એલાનને ટેકો જાહેર કર્યો છે. શહેરના અન્ય ઉદ્યોગોને પણ આ બંધમાં જોડાવવા અમારી અપીલ છે.

અલંગ શિપયાર્ડ પ્લોટ નં.૮૨ કિરણ શિપ બ્રેકિંગ કંપનીના એન્જીન રૂમમાં અચાનક આગ ફાટી નીકળી હતી જેમાં પાંચ મજુરોના ઘટના સ્થળે જ દાઝી જતાં મોત નિપજ્યા હતા જ્યારે એક મજુરનું સારવાર દરમિયાન હોસ્પીટલમાં મોત નિપજ્યું હતું.

English summary
Police arrested three accused including owner of ship breaking compony at Alang.To express threre oppos against police arrest ship breaking association called a bandh in Alang.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X