શું ગુજ.વિધાનસભા ચૂંટણીમાં સાધુ-સંતોને ટિકિટ આપવામાં આવશે?

Subscribe to Oneindia News

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતની એક દિવસની મુલાકાત માટે આવ્યા હતા. મળતી માહિતી મુજબ અમિત શાહના નિવાસ સ્થાને ભારતી બાપુ, સ્વામી પરમાનંદ, સ્વામી અવ્ધેશાનંદ, સ્વામી નિર્મળાનંદ સહિત ઘણા સાધુ-સંતોએ તેમની સાથે મુલાકાત કરી હતી. તેમણે દિલ્હીના સાંસદ મહેશગીરી સાથે પણ મુલાકાત કરી હતી.

amit shah

આ મુલાકાતમાં કુંભ મેળા, ગીરનારના વિકાસ સહિત સાધુ-સંતોના સંમેલન વગેરે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. મુલાકાત બાદ ભારતી બાપુએ ઈચ્છા વ્યક્ત કરી હતી કે, ઉત્તર પ્રદેશની જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ યોગ્ય સાધુ સંતોને ટિકિટ આપવામાં આવે. ભારતી બાપુએ કહ્યું હતું કે, સાધુ-સંતોને ટિકિટ આપવા બાબતે રાજકીય પક્ષોએ વિચાર કરવો જોઈએ.

અમિત શાહ શુક્રવારના રોજ દિલ્હી પરત ગયા છે, સંતો સાથે બેઠક બાદ ભાજપ હવે આ અંગે ચર્ચા કરે તેવું લાગી રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, માટે અમિત શાહની આ ગુજરાત મુલાકાત મહત્વની બની રહે છે.

English summary
Should saints and monks be given a ticket for Gujarat Assembly Election?
Please Wait while comments are loading...