For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગઇકાલની ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પછી ગુજરાતની આજ

|
Google Oneindia Gujarati News

શનિવારે પાટીદાર એક્તા યાત્રાની શરૂઆત પહેલાં જ સુરતમાં હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવી અને ફરી એકવાર રાજ્યમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ થઇ.

હાર્દિક પટેલની ધરપકડ બાદ મોડીરાત્રે હાર્દિકને છોડી દેવામાં આવ્યો હતો. હાલમાં રાજ્યમાં ચારેય બાજુ વાતાવરણ શાંત છે. જો કે પરિસ્થિતિ ડહોળાય નહીં તે માટે રાજ્યના મોટા શહેરો અને પાટીદાર સમાજનું પ્રભુત્વ ધરાવતા શહેરોમાં પોલીસ ખડે પગે છે.

પોલીસનો સઘન બંદોબસ્ત

પોલીસનો સઘન બંદોબસ્ત

અમદાવાદ, સુરત, નવસારી, મહેસાણા, ઉંઝા, રાજકોટ, અમરેલી, જામનગર, જેવા અનેક શહેરોમાં પોલીસનો સઘન બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિ ડહોળાઇ નહીં કે કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કેટલાક સ્થળે ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી.

ઇન્ટનેટ સેવા બંધ

ઇન્ટનેટ સેવા બંધ

રાજ્યમાં પરિસ્થિતિની ગંભીરતાને લઇને ક્યાંક ચોવીસ કલાક, ક્યાંક છત્રીસ કલાક, ક્યાંક સાત દિવસ તો ક્યાંક અનિશ્વિત કાળ સુધી ઈન્ટરનેટ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

અફવાઓથી દૂર રહેવા અપીલ

અફવાઓથી દૂર રહેવા અપીલ

રાજ્યની શાંતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા સરકારે લોકોને અપીલ કરી છે. કોઇ ખોટી અફવામાં નહીં આવવા માટે પણ જણાવવામાં આવ્યું છે.

કલમ 144 લાગુ

કલમ 144 લાગુ

રાજ્યના કેટલાક સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

છુટાછવાયા છમકલા

છુટાછવાયા છમકલા

જો કે ગઇકાલે દિવસ દરમ્યાન રાજ્યમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ રહી હતી. મોડી રાત્રે રાજ્યના અમુક સ્થળો પર છુટાછવાયા છમકલાની ખબરો હતી, પણ હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.

સામાન્ય લોકોમાં ડર અને ગુસ્સો

સામાન્ય લોકોમાં ડર અને ગુસ્સો

પટેલ અનામતને લઇને ગુજરાતની શાંતિને જાણે કે નજર લાગી છે. પટેલ અનામતને લઇને જે લોકોને આ આંદોલન સાથે કોઇ લેવાદેવા નથી તે લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે, સાથે જ ડર પણ જોવા મળી રહ્યો છે.

English summary
situation in gujarat after hardik patel release
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X