સારથી સોફટવેરની મદદથી મળશે કોઈ પણ RTO માંથી લાયસન્સ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

ગુજરાતની કોઇ પણ આરટીઓ/એઆરટીઓમાં હવે સંબંધિત કચેરીના એનઓસી વગેરે ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ, લાઇસન્સ રિન્યૂ અને સરનામા જેવા ફેરફાર કરી શકાશે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે સત્તાવાર પરિપત્ર મારફતે તમામ કચેરીઓને સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતની લગભગ તમામ આરટીઓ અને એઆરટીઓ કચેરી સારથી-4 સોફટવેર મારફતે એકબીજાથી સંઘટિત છે. બીજા શબ્દોમાં કહીએ તો વડોદરા આરટીઓનો તમામ ડેટા રાજ્યની અન્ય આરટીઓ/એઆરટીઓ કચેરી આંગળીના ટેરવે જોઇ શકે છે. સારથી-4ના અમલીકરણ બાદ હવે કોઇ પણ વ્યક્તિ રાજ્યની કોઇ પણ આરટીઓ/એઆરટીઓ કચેરીમાંથી ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરાવી શકે છે, ડુપ્લિકેટ લાઇસન્સ કઢાવી શકે છે અને લાઇસન્સમાં સરનામું બદલવા જેવા ફેરફાર પણ કરાવી શકે છે. ઉપરોક્ત કામ માટે હવે સંબંધિત આરટીઓ/એઆરટીઓ કચેરીનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવાની જરૃર પડશે નહીં. અરજદારોના ડ્રાઇવિંગ લાઇસન્સની ખરાઈ કર્યા બાદ જે તે આરટીઓ/એઆરટીઓ કચેરી વાહન વ્યવહાર વિભાગના પરિપત્રને અનુસરશે.

ડુપ્લિકેટ લાઇસન્સ માટે કઇ કાર્યવાહી કરવી પડશે?

ડુપ્લિકેટ લાઇસન્સ માટે કઇ કાર્યવાહી કરવી પડશે?

અરજદારે વેબસાઇટ પર અરજી કરી અરજી નંબર લેવો પડશે. ત્યારબાદ અરજદાર જે તે કચેરીમાં પ્રત્યક્ષ અથવા તેમના વતી અન્ય વ્યક્તિને મોકલી શકે છે. જે તે કચેરી અરજીની ચકાસણી કર્યા બાદ ફી સ્વીકારી ડુપ્લિકેટ લાઇસન્સ આપશે.

અરજદારે પહેલાં રૃબરૃમાં તેની સંબંધિત કચેરીમાં ડેટાનો બેકલોગ કરાવવો પડશે. ત્યારબાદ ઉપરોક્ત વેબસાઇટ પરથી અરજી નંબર લેવો પડશે. રાજ્યની કોઇ પણ આરટીઓ/એઆરટીઓ બેકલોગનો ડેટા લઇ રિન્યૂ, સરનામા ફેરબદલ અને ડુપ્લિકેટ લાઇસન્સ આપશે.

ઇન્ટરનેશનલ-ડુપ્લિકેટ લાઇસન્સ માટે એપાઈન્ટમેન્ટ લેવાની જરુર નથી

ઇન્ટરનેશનલ-ડુપ્લિકેટ લાઇસન્સ માટે એપાઈન્ટમેન્ટ લેવાની જરુર નથી

ઇન્ટરનેશનલ અને ડુપ્લિકેટ લાઇસન્સ અથવા લાઇસન્સને સંબંધિત માહિતી માટે હવે ઓન લાઇન એપોઇન્ટમેન્ટ લેવી પડશે નહીં. રાજ્યની કોઇ પણ આરટીઓ/એઆરટીઓ કચેરીને લાઇસન્સ માટે એનઓસી આપવા મનાઈ ફરમાવાઈ છે.

સસ્પેન્ડ કે રદ થયેલાં લાઇસન્સની સારથી-4માં નોંધ થશે

સસ્પેન્ડ કે રદ થયેલાં લાઇસન્સની સારથી-4માં નોંધ થશે

સસ્પેન્ડ અથવા રદ થયેલાં ડ્રાઇવિંગ લાઇસન્સની સારથી-4 સોફટવેરમાં નોંધ કરવામાં આવશે. બીજી તરફ ગુજરાત બહારની આરટીઓ માગણી કરે તો સારથી-4માંથી લાઇસન્સ અંગે ફરજિયાત એનઓસી આપવાની સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે.

English summary
Software will be available using license from any RTO.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.