For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારને છંછેડવા હાર્દિક બાદ હવે એસપીજી આવ્યું મેદાને, આંદોલનાત્મક કાર્યક્રમો કર્યા જાહેર

સરકારને છંછેડવા હાર્દિક બાદ હવે એસપીજી આવ્યું મેદાને, આંદોલનાત્મક કાર્યક્રમો કર્યા જાહેર

|
Google Oneindia Gujarati News

રાજ્ય સરકારને એક યા બીજી રીતે ભિંસમાં લેવા પાટીદાર યુવાનો વિવિધ રીતે કાર્યક્રમો આપી રહ્યા છે. પ્રથમ દ્રષ્ટિએ કોઇ મોટા રાજકીય નેતાઓ કે પાર્ટીઓના ઇસારે જાણે કે થઇ રહેલા આ આંદોલનો થમવાનું નામ લેતાં નથી. હાર્દિક પટેલના અનિશ્ચિતકાલિન ઉપવાસનો માંડ નિવેડો લાવવામાં આવ્યો ત્યાં હવે એસપીજી પોતાની કેટલીક માંગણીઓ સાથે મેદાનમાં ઉતરી આવી છે.

એસપીજીએ સરકાર સામે ચઢાવી બાંય

એસપીજીએ સરકાર સામે ચઢાવી બાંય

એસપીજી એટલે કે સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે સરકાર સામે બાંયો ચઢાવતાં જણાવ્યું હતુ કે, મારે કોઈ પાર્ટી સાથે લેવાદેવા નથી. આટલાં આંદોલન પછી સરકારે કોઈ માંગણી સ્વીકારી નથી. છ સંસ્થાઓના આગેવાનોએ શાંતિ ન ડહોળવા અપીલ કરી છે. અમે વડીલોની સલાહને માન આપીને શાંતિ ન ડહોળાય તે રીતે વ્યાપક આંદોલન ચલાવીશું. તે માટે ચોક્કસ કાર્યક્રમો યોજવામાં આવશે. જો કે તેમણે સ્પષ્ટતા કરી હતી કે અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની માંગ સાથે જેલભરો પાર્ટ 2 કાર્યક્રમ હાલ મોકુફ રાખવામાં આવ્યો છે. જ્યારે સાબરકાંઠામાં પાટીદાર મહાસંમેલન યોજવામાં આવશે તેવી જાહેરાત પણ કરી હતી. લાલજી પટેલે ઉમિયાધામ ટ્રસ્ટના ઉપપ્રમુખ જેરામભાઈના નિવેદન બાદ પત્રકાર પરિષદ યોજી હતી. જોકે, ઉમિયાધામના જેરામ પટેલે લાલજી પટેલને સરકાર સામે કોઇ આંદોલન ન ચલાવવાની અપીલ કરી હતી.

સરકારને આપ્યું હતું 72 કલાકનું અલ્ટિમેટમ

સરકારને આપ્યું હતું 72 કલાકનું અલ્ટિમેટમ

રાજ્યમાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી ચાલતા આંદોલનની કોઇ માગણી સરકારે સ્વીકારી નથી. હાર્દિકના ઉપવાસ આંદોલન બાદ પણ સરકારના પેટનું પાણી હલ્યું નથી. અમારું 72 કલાકનું અલ્ટીમેટમ પુરું થયા બાદ 6 પાટીદાર સંસ્થાઓ દ્વારા ટેલીફોનીક વાતચીતમાં ઉગ્ર આંદોલન ન કરવા વિનંતી કરવામાં આવી છે. પરંતું, રાજ્ય સરકારે કોઇપણ પ્રકારનો હકારાત્મક પ્રતિસાદ દાખવ્યો નથી. જેના કારણે સરકાર સામે આંદોલન કરવાની અને શાંતિપૂર્ણ કાર્યક્રમો કરવાની ફરજ પડી છે.

તમામ સમાજને સાથે સાંકળવા કરાશે પ્રયાસ

તમામ સમાજને સાથે સાંકળવા કરાશે પ્રયાસ

એસપીજી અધ્યક્ષે જણાવ્યું હતુ કે, ભૂતકાળમાં કરેલી ભૂલો હવે સુધારી લેવામાં આવશે અને તેના આધારે આગળ સમાજના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે. હાર્દિક સહિત સમાજના તમામ આગેવાનોને સાથે લઈને આગળ વધવામાં આવશે. લાલજી પટેલે જણાવ્યું હતુ કે, સરકાર અમારા વડીલો સાથેની બેઠકમાં કહે છે કે બંધારણીય રીતે અનામત મળી શકે એમ નથી. જોકે પાટીદાર સમાજના ઘણા તજજ્ઞો છે તેમની સાથેના મુદ્દા સમજી અનામત આપી શકાય તેમ છે. 6 પાટીદાર સંસ્થાના આગેવાનોની જે ચર્ચા થાય તેમની સાથે સહમત રહીશું.

એસપીજીએ જાહેર કર્યા કાર્યક્રમ

એસપીજીએ જાહેર કર્યા કાર્યક્રમ

એસપીજી દ્વારા રાજ્યમાં વિવિધ કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સરદારપુરથી વિજાપુર સુધીની યાત્રા યોજવામાં આવશે. જેની સાથે બનાસકાંઠા ખાતેથી અન્ય એક પાટીદાર યાત્રા પણ કાઢવામાં આવશે. તેમજ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા ખાતે પાટીદાર મહાસંમેલન યોજાશે તેમજ અનામત માટે ૫૮ જેટલી બિન અનામત સમાજના લોકોની ટીમ તૈયાર કરવામાં આવશે. એટલે કે આ અનામતની લડાઇને વધારવા માટે હવે અન્ય સમાજને પણ સાંકળવામાં આવશે. જો માગણીઓ નહી સ્વિકારાય તો પાટીદાર સમાજ અને સવર્ણ સમાજને સરકાર વિરૂધ્ધ મતદાન કરવા અપીલ કરવામાં આવશે તેવી ચિમકી પણ એસપીજીએ ઉચ્ચારી હતી. આ ઉપરાંત પાટીદાર યુવાનેતા અલ્પેશ કથીરિયાને છોડાવવા ઉગ્ર કાર્યક્રમો આપવાની અને જેલભરો આંદોલન પાર્ટ-2 કરવાની પણ ચિમકી આપી હતી.

કોંગ્રેસના નેતાને પણ પત્ર લખ્યો

કોંગ્રેસના નેતાને પણ પત્ર લખ્યો

સરકારની વોટ બેંક તુટતી હોવાથી તે 49 ટકામાં પાટીદારને અનામત આપવા માંગતા નથી. અનામત માટે રાહુલ ગાંધીને પત્ર લખીને સરકાર પર દબાણ કરવા કહેવાયું છે. આ સાથે જ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને પણ પત્ર લખ્યો છે. અમારી લડાઇ વ્યક્તિગત નહીં પરંતુ સમાજ માટેની છે. એસપીજીએ ક્યારેય પાસ કે એસપીજીનો ભેદ રાખ્યો નથી. માત્ર વિખવાદ ઊભો કરવા અને એસપીજીને બદનામ કરવા વારંવાર પ્રયાસ કરવામાં આવે છે. અમે ક્ષત્રિય સમાજ અને બ્રહ્મ સમાજ સાથે પણ અનામત અંગે ચર્ચા કરીશું.

ભગતસિંહ જેવા કાર્યક્રમ પણ આપશુંઃ પુર્વિન પટેલ

ભગતસિંહ જેવા કાર્યક્રમ પણ આપશુંઃ પુર્વિન પટેલ

જેડીયુમાં જોડાયા પ્રશાંત કિશોર, જાણો તેમના વિશે વિસ્તારથી જેડીયુમાં જોડાયા પ્રશાંત કિશોર, જાણો તેમના વિશે વિસ્તારથી

English summary
Patidar gorup SPG will do protest against government for reservations quota.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X