For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

65મા પ્રજાસત્તાક પર્વના રાજોસત્વની સાબરકાંઠામાં જાનદાર ઉજવણી

|
Google Oneindia Gujarati News

હિમતનગર, 26 જાન્યુઆરીઃ રાજ્યપાલ શ્રીમતી ડો. કમલા બેનીવાલે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં 65માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તિરંગો લહેરાવ્યો હતો. ગણતંત્ર દિવસના આ મુખ્ય સમારોહનો નજારો માળણવા રાષ્ટ્રપેમથી તરબતર હજારોની સંખ્યામાં જિલ્લાવાસીઓ, કાંકણોલ ગ્રાઉન્ડ ખાતે ઉમટી પડ્યાં હતા. રાજ્યપાલની સાથે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઉન્નત ભારતના ગૌરવ સમાન રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી. રાજ્યપાલ શ્રીમતી ડો. કમલાજી તથા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય સેનાનીઓને મળીને પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ પાઠવી હતી અને શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું.

sabarkantha-republic-day
હિમતનગરના આંગણે ગણતંત્ર પર્વની ઉજવણી નિહાળવાના લોકોત્સવની અસીમતાની પ્રતીતિ એ વાતથી થતી હતી કે સવારથી જ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. લોકોએ શરૂઆતથી અંત સુધી રસપુર્વક સમગ્ર કાર્યક્રમને માણ્યો હતો.

નોંધનીય છે કે, રાજ્યના જિલ્લા મથકોએ રાષ્ટ્રીય પર્વોની ઉજવણી યોજીને પ્રજાશક્તિને સહભાગીદાર બનાવવાની મુખ્યમંત્રીની સમગ્ર દેશમાં આગવી અને ક્રાન્તિકારી પહેલના પગલે 65માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાબરકાંઠાના આંગણે યોજાઇ હતી.

સ્થાનિક શાળાઓના વિદ્યાર્થીઓના વિશાળ વુંદે આત્માની ચેતનાનું શારીરિક બળ સાથે ભારતીય યોગ પરંપરાના વારસારૂપ કરતબો રજૂ કરીને આ સમારોહમાં અનેરુ આકર્ષણ જમાવ્યું હતુ. વિવિધ સરકારી ખાતાઓ અને નિગમોએ 41 જેટલા સજાવેલા ટેબ્લોના માધ્યમથી સ્વર્ણિમ ગુજરાતની ગરવી વિકાસ યાત્રાને લોકોએ નિહાળી હતી.

sabarkantha-republic-day
પોલીસ બેન્ડની જોમ જગવતી સુરાવલીઓ સાતે તાલ મિલાવતી, પ્રભાવશાળી માર્ચ પાસ્ટ ગણવેશધારી ટૂકડીઓએ રજૂ કરી ત્યારે લોકોએ હર્ષનાદોથી જવાનોને વધાવી લીધા હતા. શ્વાન દળ અને પોલીસના મહિલા તથા પુરૂષ મોટર સાઇકલ સવારો દ્વારા રૂવાંડા ઉભા કરી દે તેવી રોમાંચક કવાયત લોકોના આકર્ષણનું કેન્દ્ર પુરવાર થઇ હતી. અંગ મરોડની પરાકાષ્ટાનો અનુભવ કરાવતી એરોબિકની કવાયતો અને બેન્ડ ડિસ્પ્લેની ગગનભેદી તાળીનાદતી વધાવી લેવામાં આવી હતી.

પરેડમાં શાનદાર દેખાવ માટે એસ.આર.પી ગ્રુપ-2 મહિલા પ્લાટુન પ્રથમ, અમદાવાદ શહેર બિનહથિયારધારી પોલીસ દ્વિતીય અએને સાગર તટ રક્ષક દળ તૃતીય ક્રમે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોટર સાઇકલ પર હેરત અંગેજ કરતબ કરનાર મહિલા પોલીસ મિત્તર બારોટને ટ્રોફી એનાયત કરાઇ હતી. જ્યારે ટેબ્લો વિભાગમાં આદિજાતિ વિભાગના ટેબ્લોને પ્રથમ, વન વિભાગના ટેબ્લોને દ્વિતીય અને રણશક્તિ યુનિવર્સિટી, અમદાવાદના ટેબ્લોને તૃતીય વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ વિજેતા પ્લાટુન્સને ટ્રોફીઓ અને ટેબ્લોઝને ઇનામો એનાયત કર્યા હતા.

English summary
state level 65 republic day celebration in sabarkantha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X