For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વામીએ વડોદરામાં કહ્યું, ‘રાજીવ ગાંધીના હત્યારાને છોડવા ના જોઇએ’

|
Google Oneindia Gujarati News

ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.

ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, રાજીવ ગાંધીના હત્યારાઓનો છોડી દેવાના તમિળનાડુ સરકારના નિર્ણય સામે કેન્દ્ર સરકાર ઉપરાંત ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. સુબ્રમણ્યમ સ્વામીએ વડોદરા ખાતે કહ્યું છે કે, રાજીવ ગાંધીના હત્યારાઓને છોડવા જોઇએ નહીં, તમિળનાડુ સરકારને એ અંગેના કોઇ અધિકાર નથી. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

સ્વામીએ વડોદરામાં કહ્યું, ‘રાજીવ ગાંધીના હત્યારાને છોડવા ના જોઇએ'

સ્વામીએ વડોદરામાં કહ્યું, ‘રાજીવ ગાંધીના હત્યારાને છોડવા ના જોઇએ'

વડદોરાઃ રાજીવ ગાંધીના હત્યારાઓનો છોડી દેવાના તમિળનાડુ સરકારના નિર્ણય સામે કેન્દ્ર સરકાર ઉપરાંત ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. સુબ્રમણ્યમ સ્વામીએ વડોદરા ખાતે કહ્યું છે કે, રાજીવ ગાંધીના હત્યારાઓને છોડવા જોઇએ નહીં, તમિળનાડુ સરકારને એ અંગેના કોઇ અધિકાર નથી.

તલાટી કૌભાંડમાં DySOની ધરપકડ

તલાટી કૌભાંડમાં DySOની ધરપકડ

રેવન્યુ તલાટી પરીક્ષા પાસ કરાવવાના કૌભાંડમાં અનેક નામો બહાર આવી રહ્યાં છે. જેમાં શિક્ષણ વિભાગના નાયબ સેક્શન અધિકારી રિતેશ નાયકની ધરપકડ ગાંધીનગર એલસીબી દ્વારા કરવામા આવી છે. આ કૌભાંડમાં સૌપ્રથમ પકડાયેલા કલ્યાણસિંહ ચંપાવાત પાસેથી 1.43 કરોડ રૂપિયા મળ્યા હતા.

રાજકોટઃ સીટી બસે ચાર વાહનોને અડફેટે લીધા

રાજકોટઃ સીટી બસે ચાર વાહનોને અડફેટે લીધા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગેટ પાસે બુધવારે રાત્રે સીટી બસે અકસ્માતની વણઝાર કરતા બે કાર અને એક રિક્ષા સહિત ચાર વાહનોને અડફેટે લીધા હતા. જેમાં રિક્ષામાં આગ લાગી ગઇ હતી. આ અકસ્માતમાં બે લોકોને ઇજા પહોંચી છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ બસ ચાલકની અટકાયત કરવામાં આવી છે. બસની બ્રેક ફેઇલ થઇ જતાં અકસ્માત સર્જાયો હોવાનું ચાલકે જણાવ્યું છે.

સુરતઃ ડાયમંડ મેનેજરની પત્નીનો આપઘાત

સુરતઃ ડાયમંડ મેનેજરની પત્નીનો આપઘાત

સુરત સ્થિત હરેકૃષ્ણ ડાયમંડના મેનેજરની પત્ની ફાંસો ખાઇને આપઘાત કરતા પોલીસે આત્મહત્યા દૂષ્પ્રેરણાનો ગુનો નોધી સાસુ અને પતિની અટકાયત કરી છે. નોંધનીય છે કે લગ્નના અઢિ મહિનામાં જ 25 વર્ષીય યુવતીએ આપઘાતનું પગલું ભરતા સમાજ સ્તબ્ધ થઇ ગયો છે. આ અંગે યુવતીના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે સાસુ અને પતિ તેના પર ત્રાસ ગુજારતા હતા.

આણંદઃ બસ અડફેટે વિદ્યાર્થીનું મોત

આણંદઃ બસ અડફેટે વિદ્યાર્થીનું મોત

ખંભાત શહેરમાં બસ અડફેટે આવી જતા એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું, વિદ્યાર્થીને સમયસર સારવાર નહીં મળતા વિદ્યાર્થીનું મૃત્યું થતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. જેમાં પોલીસે મધ્યસ્થી કરી મામલા થાળે પાડ્યો હતો.

English summary
Rajiv Gandhi killers' freedom being ordered by Jayalalithaa has come in for opposition from Bharatiya Janata Party's Subramanian Swamy here is the top news of gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X