હાર્દિક પટેલને સુપ્રીમથી રાહત, લડી શકશે ગુજરાતની ચુંટણી, 2 વર્ષની સજા પર રોક

પાટીદાર આંદોલન હિંસા કેસમાં હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે હિંસા કેસમાં હાર્દિક પટેલને દોષિત ઠેરવવાના નિર્ણય પર રોક લગાવી દીધી છે. પટેલે ચૂંટણી લડવા માટે દોષિત ઠેરવવા પર સ્ટે માંગ્યો હ

પાટીદાર આંદોલન હિંસા કેસમાં હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે હિંસા કેસમાં હાર્દિક પટેલને દોષિત ઠેરવવાના નિર્ણય પર રોક લગાવી દીધી છે. પટેલે ચૂંટણી લડવા માટે દોષિત ઠેરવવા પર સ્ટે માંગ્યો હતો. હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટના નિર્ણય સામે અરજી દાખલ કરી સજાને સ્થગિત કરવાની માંગ કરી હતી જેથી તે 2019ની લોકસભાની ચૂંટણી લડી શકે.

hadrik patel

મળતી માહિતી પ્રમાણે, પાટીદાર આંદોલન દરમિયાન થયેલા તોફાનો અને આગચંપી મામલે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની અપીલ પર નિર્ણય ન આવે ત્યાં સુધી દોષિત ઠેરવવા પર સ્ટે મૂક્યો છે. તેમણે કહ્યું છે કે, સંબંધિત હાઈકોર્ટે દોષિત ઠેરવવા પર સ્ટે મૂકવો જોઈતો હતો.

હાર્દિક પટેલના વકીલ મનિન્દર સિંહે કહ્યું કે, તેને ચૂંટણી લડતા અટકાવવો એ અધિકારોનું હનન છે. હાર્દિક પટેલે 2019માં એકવાર ચૂંટણી લડવાની તક ગુમાવી છે. હાર્દિક પટેલના વકીલે કહ્યું કે, તે કોઇ ગંભીર હત્યારો નથી, પોલીસે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે. તમને જણાવી દઈએ કે, હાર્દિક પટેલને 2019ની લોકસભા ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યો હતો.

અગાઉ ગુજરાત સરકારે પણ હાર્દિકને રાહત આપતા પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા 10 કેસ પાછા ખેંચી લીધા હતા. સરકારી વકીલ બ્રહ્મભટ્ટે ગયા મહિને કોર્ટને કહ્યું હતું કે હાર્દિક પટેલ સામેના રાજદ્રોહના કેસ સિવાય અમદાવાદની સેશન્સ કોર્ટમાં પાટીદાર અનામત આંદોલનનો કોઈ કેસ પેન્ડિંગ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X