For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનોખી પહેલઃ સુરતની ડાયમંડ કંપનીઓએ શરૂ કરી પોતાની એરલાઇન સેવા

|
Google Oneindia Gujarati News

સુરત, 22 ઓક્ટોબરઃ ગુજરાતના અન્ય શહેરો સાથે સુરતને હવાઇ માર્ગ થકી જોડવા માટેની પહેલ શહેર સ્થિત ચાર ડાયમંડ કંપનીઓ દ્વારા કરવામાં આવી રહી છે. ચાર કંપનીઓએ ભેગી થઇને એરલાઇન્સ સર્વિસ શરૂ કરી છે. આ કંપનીઓએ ત્રણ એરક્રાફ્ટ ખરીદી લીધા છે અને આ માટે અંદાજે 30 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે.

surat-airline-start
સુરત ડાયમંડ એસોસિએશનના પૂર્વ પ્રમુખ સીપી વાનાણીએ જણાવ્યા પ્રમાણે આ પ્રકારની સર્વિસ ચાલું કરવાનો વિચાર ચાર સુરત બેઝ્ડ ડાયમંડ બિઝનેસમેનને આવ્યો હતો, જેમાં ગુવિંદ ધોળકિયા(એસઆરકે એક્સપોર્ટ્સ), લવજી બાદશાહ(અવધ-અંજની ગ્રૂપ), લાલજી પટેલ(ધર્માનંદ ડાયમંડ્સ) અને સવજી ધોળકિયા(હરી ક્રૃષ્ણ એક્સપોર્ટ્સ) છે.

તેમણે કહ્યું કે, થોડાક વર્ષો પહેલા ગોવિંદ ધોળકિયાએ આ વિચાર બિઝનેસમેન અને અન્ય લોકો કે જેમને સુરત અવવા-જવા માટે તેની જરૂર છે. આખરે તેઓ ભેગા થયા અને આ પ્રકારની પહેલા શરૂ કરવાનું વિચાર્યું અને સુરતને એક હવાઇ કનેક્ટિવિટી આપવાનું નક્કી કર્યું. તેમને હેતુ નફો રળવાનો નથી. તેમની ફ્લાઇટ ત્યારે પણ ટેક ઓફ કરશે જ્યારે તેમાં માત્ર એક મુસાફર હશે.

આ પ્રોજેક્ટ વિશે વધુ માહિતી આપતા લાલજી પટેલે જણાવ્યું કે, અમારા દ્વારા ત્રણ એરક્રાફ્ટની ખરીદી કરી લેવામાં આવી છે. આ પ્રોજેક્ટનો ખર્ચ 30થી 40 કરોડ રૂપિયા છે. અમે બે નવ સીટર અને એક ચાર સીટર પ્લેન ખરીદ્યું છે. બે પ્લેન જે નવ સીટર છે ગુજરાતના ચોક્કસ રૂટ પર ઉડાન ભરશે, જ્યારે નાનું ફોર સીટર પ્લેન ચાર્ટર્ડ સર્વિસ માટે છે. તેનો ઉપયોગ એર એમ્બ્યુલન્સ તરીકે પણ કરવામાં આવશે, આ પ્લેનમાં અનેકવિધ હાઇટેક સુવિધા છે તેમજ તે નાઇટ વિઝનમાં લેન્ડિંગ અને ટેક ઓફ કરી શકે તેવી ટેક્નોલોજીનો ઉપયોગ તેમાં કરવામાં આવ્યો છે.

એરલાઇન લાયસન્સ અંગે તેમણે જણાવ્યું કે, તેમણે આ એરલાઇનને ઓપરેટ કરવા માટે લાયસન્સ અથવા અન્ય કોઇ રજીસ્ટ્રેશન માટે અરજી કરી નથી કારણ કે, અમે આ પ્રોજેક્ટને ભોપાલ સ્થિત વેન્ચ્યુરા એરલાઇન સાથે આગળ વધારી રહ્યાં છીએ અને તેની પાસે લાયસન્સ છે. સુરતનો ડાયમંડ ઉદ્યોગ દેશ ઉપરાંત આખા વિશ્વ સાથે ડીલિંગ કરે છે, પરંતુ અહીંથી દરરોજ માત્ર બે જ ફ્લાઇટ ટેક ઓફ અને લેન્ડિંગ થાય છે. તેથી અમે વિચાર્યું કે વધુ ફ્લાઇટ્સને ઉમેરવામાં આવે, જે સુરતને ગુજરાતના અન્ય પાર્ટ્સની સાથોસાથ ભારત સાથે પણ જોડે.

પટેલે જણાવ્યું કે, દિવાળીથી આ ઓપરેશન શરૂ કરવામાં આવી શકે છે, જેને બાદમાં ગુજરાતની બહાર પણ વિસ્તારવામાં આવશે, આ એરલાઇન થકી ગુજરાતના એ શહેરોને જોડવામા આવશે જ્યાં એરપોર્ટ છે. અમે ભાવનગર અને રાજકોટ માટે સુરતથી રેગ્યુલર ફ્લાઇટ્સ શરૂ કરવાના છીએ, તેમજ અમે જામનગર, ભુજ અને પાલનપુરને પણ અમારા આ પ્રોજેક્ટમાં ઉમેરવાની યોજના બનાવી રહ્યાં છીએ.

English summary
In a first of its kind initiative, four Surat-based diamond companies have come together to start an airline service to connect Surat with smaller cities in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X