સુરત: વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે કર્યો આપઘાત

Subscribe to Oneindia News

સુરતમાં એક યુવકે વ્યાજખોરના ત્રાસથી કંટાળીને ત્રસ્ત મનોદશામાં આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. આપઘાત કરનાર યુવકે વોટ્સએપ કરીને પોતાની દુઃખની કથા મિત્રને કહી હતી તેના આધારે ખબર પડી કે યુવકે વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા એ.કે રોડ વિસ્તારની રામબાગ સોસાયટીમાં રહેતા આકાશ પટેલે કેટલીક રકમ વ્યાજે લીધી હતી. તે મોબાઇલની દુકાન ચલાવતો હતો. તેણે આશરે 80-85 ટકા જેટલું વ્યાજ પણ ચૂકવી દીધું હતું અન થોડી રકમ બાકી હતી. તેમ છતાં વ્યાજખોરો તેને હેરાન કરી રહ્યા હતા.

Surat

આ અંગે આકાશે આકાશે પોતાના મિત્રને વોટ્સએપ પણ કર્યો હતો અને સમગ્ર માહિતી જણાવી હતી. પોતાના મિત્રની હતાશ પરિસ્થિતિ જોઈને તેણે તુરંત જ આકાશને ફોન કર્યો હતો પરંતુ આકાશે ફોન ઉઠાવ્યો નહોતો. આકાશે તેના મિત્રને વોટ્સએપ પર વ્યાજખોરોના નામ સહિતની તમામ માહિતી જણાવી હતી. આકાશે તેના મેસેજમાં જય, હેમાંગ, કિશન, હસુભાઈ સહિતના વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કર્યો હતો તેમજ તેમને કેટલી રકમ આપી છે તે જણાવ્યું હતું. આકાશે જેને મેસેજ કર્યો હતો તેને કહ્યું હતું કે, તમે મારા મોટાભાઈ જેવા છો એટલે તમામ હકીકત તમને જણાવું છું. આ મેસેજ કર્યા બાદ આકાશે આપઘાત કરી લીધો હતો. પોલીસે આ ઘટનામાં વોટ્સએપના સંદેશને આધારે ગુનો નોંધીને વ્યાજખોરોની તપાસ હાથ ધરી છે.

English summary
Surat: Man committed suicide.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.