સુરતઃ છાશ વિતરણ સમારોહમાં BJP-પાસના કાર્યકરો વચ્ચે સંઘર્ષ

Subscribe to Oneindia News

સુરત શહેરમાં ભાજપ દ્વારા ગરમીમાં લોકોને રાહત મળે તે માટે છાશ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સુરત શહેરના ભાજપ કાર્યકરો સરથાણા બ્રીજ નીચે છાશ વિતરણ કરી રહ્યા હતા તે દરમિયાન પાસના કન્વીનર સહિત કેટલાક કાર્યકરો ત્યાં ધસી ગયા હતા. પાસ કાર્યકરો દ્વારા ભાજપના કાર્યકરો માટે 'બળાત્કારી' જેવા શબ્દોના ઉપયોગ સાથે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

pass

આ કારણે ભાજપ અને પાસના કાર્યકારો વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી પાસના 7 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. ભાજપ તરફથી જણાવવામાં આવ્યું કે, પાસના કાર્યકરો છાશ વિતરણ કાર્યક્રમમાં ધસી આવ્યા હતા, તેમણે અહીં તોડફોડ કરી હતી અને ભાજપના કાર્યકરોને અપશબ્દો કહ્યા હતા. તો બીજી બાજુ પાસના કાર્યકર્તાઓએ કહ્યું કે, છાશ વિતરણ સમારોહ ભાજપનો પબ્લિસીટી સ્ટંટ હતો, જેનો અમે વિરોધ કર્યો.

English summary
Surat: The struggle between BJP-pass workers in the distribution of buttermilk.
Please Wait while comments are loading...