અમદાવાદના ઇસરોમાં ઘૂસ્યા આતંકવાદી!

Subscribe to Oneindia News

અમદાવાદમાં ગત મોડી રાત્રે ટોચની સ્પેસ સંસ્થા ઇસરોમાં તથા વસ્ત્રાપુરના આલ્ફા વન મોલમાં આતંકવાદીઓ ઘૂસ્યા હતા અને પોલીસે તે તમામ રસ્તા બંધ કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. લોકો આ કારણે ખૂબ ગભરાઈ ગયા હતા. જો કે આ એક મોકડ્રિલ હતી . જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસ સ્ટેશનનના અધિકારીઓ મોકડ્રિલમાં સક્રિય રીતે હાજર રહ્યા હતા.

isro ahmedabad

બંને જગ્યાએ પોલીસ કાફલોનો ફરી વળતા ટ્રાફિક જામ થઈ ગયા અને લોકોમાં કુતુહલ સર્જાયું હતું. સૌથી પહેલા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી દીપેન ભદ્રન, એસીપી રાહુલ પટેલ, એસઓજીના એસીપી બળદેવસિંહ સોલંકી સૌ પ્રથમ બુલેટપૃફ જેકેટ પહેરીને ઈસરો પહોંચ્યા હતા. ત્યારબાદ સીઆઈએસેફ, બીડીડીએસ અને સ્થાનિક પોલીસ બુલેટપ્રુફ જેકેટ અને પ્રિઝનવાન સાથે પહોંચ્યા. ઈસરો સેન્ટર, બીડીએસની ટિમ સાથે સાથે બ્લેકેટ કમાન્ડો પણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે વર્ષ 2017 ની વાઇબ્રન્ટ સમિટ યોજાનારી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે. જેને પગલે સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેગા મોકડ્રીલ થઈ હતી જે આશરે સાડા ત્રણ કલાક સુધી ચાલી હતી.

English summary
terrorist in ahmedabad isro
Please Wait while comments are loading...