For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોલીસ બાદ હવે વન રક્ષકોએ ગ્રેડ પેની કરી માંગણી, સમાધાન નહી મળે તો આંદોલનની ચિમકી

ગુજરાત પોલીસને પગાર વધારાની જાહેરાતને થોડા દિવસો થયા છે. હવે વન રક્ષકોએ પણ ગ્રેડ પેની માંગણી કરી છે. વન રક્ષક કર્મચારી મંડળના પ્રમુખે મુખ્ય વન રક્ષક અધિકારીને રજુઆત કરી છે. રજુઆતમાં તેમણે જણાવ્યુ છેકે વન રક્ષક વર્ગ 3ને 2

|
Google Oneindia Gujarati News

ગુજરાત પોલીસને પગાર વધારાની જાહેરાતને થોડા દિવસો થયા છે. હવે વન રક્ષકોએ પણ ગ્રેડ પેની માંગણી કરી છે. વન રક્ષક કર્મચારી મંડળના પ્રમુખે મુખ્ય વન રક્ષક અધિકારીને રજુઆત કરી છે. રજુઆતમાં તેમણે જણાવ્યુ છેકે વન રક્ષક વર્ગ 3ને 2800 ગ્રેડ પે તેમજ રજા પગાર આપવામાં આવે.

Grade Pay

આ આવેદનમાં જણાવવામાં આવ્યુ છેકે વનરક્ષકોને ગ્રેડ પે ઉપરાંત વનરક્ષક ભરતી અને બઢતીનો રેશીયો 1:3નો કરી આપવામાં આવે. તેમણે જણાવ્યુ કે તેમના આવેદનને 3 મહિના જેટલો સમય થયો હોવા છતા કઇ પગલા ભરવામાં આવી રહ્યા નથી.

વનરક્ષકોનુ કહેવુ છેકે સરકાર દ્વારા પોલીસ કર્મચારીઓની માંગણીને લઇ જાહેરાત થતા તથા તેમની માંગણીનુ કોઇ નિરાકરણ ન આવતા કર્મચારીઓ રોશે ભરાયા છે. રાજ્યના તમામ જીલ્લાના વનરક્ષક કર્મચારીઓ પોતાના હક માટે ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ પર ઉતરવા તૈયાર છે.

વનરક્ષકોએ 23 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે. આ સમયગાળા દરમિયાન કઇ પગલા નહી ભરવામાં આવે તો વનરક્ષકો અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી જશે. આ આવેદનમાં તેમણે હકારાત્મક વલણ દાખવી ન્યાય આપવાની માંગ કરી છે.

English summary
The forest guards have demanded a grade penny, if no solution is found, they will protest
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X