ગુજરાત પર મેધરાજા મહેરબાન, તમામ 205 ડેમ 93% ભરાયા
કુદરત આ વખતે ગુજરાત પર મહેરબાન છે. રાજ્યમાં હાલમાં જ અનેક સ્થાનો પર વિજળીનાં કડાડા સાથે વરસાદ ખાબક્યો હતો.
કુદરત આ વખતે ગુજરાત પર મહેરબાન છે. રાજ્યમાં હાલમાં જ અનેક સ્થાનો પર વિજળીનાં કડાડા સાથે વરસાદ ખાબક્યો હતો. હજુ પણ વરસાદ પડી જ રહ્યો છે. રાજ્યમાં ડિઝાસ્ટર સંચાલન કેન્દ્ર દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટમાં જણાવાયુ છે કે ગુજરાતમાં વાર્ષિક વરસાદ 126 ટકા નોંધાયો છે. જે કુલ 1,029.54 મિલીમીટર વરસાદ થયો. સૌથી વધુ વરસાદ કચ્છ અને દ.ગુજરાતમાં ક્રમશ 144.58 ટકા અને 137.73 ટકા થયો છે. ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં વાર્ષિક 96.69 ટકા વરસાદ રહ્યો છે. ભારે વરસાદને કારણે રાજ્યમાં તમામ 205 મોટા બંધ પાણીથી 93 ટકા સુધી ભરાઈ ગયા છે.

ગુજરાતનૌ સૌથી મોટો ડેમ 98.54 % ભરાયો
નર્મદા જળ સંસાધન અને જળ આપૂર્તિ વિભાગે જણાવ્યુ છે કે 205 ડેમ અને જળાશયોમાં 2, 36,416 લાખ ધન ફુટ પાણી છે. જે પોતાની ક્ષમતાના 93.73 ટકા સુધી ભરાયા છે. કુલ ડેમમાંથી 46 બંધ 90 ટકા સુધી ભરાયા છે, જ્યારે 10 અન્ય ડેમ તેની ભારણ ક્ષમતાના આશરે 80થી 90 ટકા સુધી ભરાયા છે.

ઉત્તર ગુજરાતના 15 ડેમ 61.23 % સુધી ભરાયા
ઉત્તર ગુજરાતમાં 15 ડેમ 61.23 % સુધી ભરાયા છે. મહત્વની વાત તો એ છે કે સૌથી મોટો સરદાર સરોવર ડેમ 98.54 % સુધી ભરાઈ ગયો છે. તેમાં એટલું પાણી છે કે જેનાથી અનેક જિલ્લાઓમાં પૂરનું સંકટ પેદા થઈ શકે છે.

અનેક જિલ્લાાં 110 ટકાથી વધુ વરસાદ થયો
આઈએમડીથી પ્રાપ્ત ડેટા અનુસાર ઓગસ્ટમાં રાજ્યમાં 121.89 % વરસાદ નોંધાયો છે. રાજ્યમાં કુલ 33માંથી 22 જિલ્લામાં 100 %થી વધુ વરસાદ નોંધાયો છે. કેટલાક જિલ્લામાં તો 110 % સુધીનો વરસાદ નોંધાયો છે. જ્યારે તમામ 251 જિલ્લામાં 250 મીમીથી વધુ વરસાદ થયો છે. તેમાં સૌથી વધુ 149 તાલુકામાં 501-1000 મીમી વરસાદ નોંધાયો છે. ભયંકર વરસાદને કારણે રાજ્યના 72 જળાશયો પાણીથી છલોછલ ભરાયા છે.

ભરૂચમાં સૌથી વધુ 146.16 % વરસાદ નોંધાયો
રાજ્યમાં સરકારના આંકડા જોઈએ તો ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં સર્વાધિક 146.16% વરસાદ નોંધાયો છે. જ્યારે છોટા ઉદેપુર જિલ્લામાં 142.71%, કચ્છમાં 140.99%, જામનગરમાં 137.47%,બોટાદમાં 135.33%, મોરબીમાં 132.15%, વલસાડમાં 120.20%, સુરતમાં 119.92, સુરેન્દ્રનગરમાં 117.82%, પંચમહાલમાં 115.78% વરસાદ નોંધાયો છે.

દેવભૂમિ દ્વારકામાં 102.17 % વરસાદ નોંધાયો
રાજકોટમાં 110.23 %, નવસારીમાં 110.18 %, ભાવનગરમાં 107.61%, જૂનાગઢમાં 106.79 %, આણંદમાં 106.49 %, તાપીમાં 106.45%, વડોદરામાં 103.34 % અને દેવભૂમિ દ્વારકામાં 102.17 % અને ખેડામાં 101.35 % વરસાદ નોંધાયો છે. જેને પગલે રાજ્યમાં માત્ર પીવાના પાણી જ નહિં પણ સિંચાઈની સમસ્યાનો પણ અંત આવાને કારણે સારો પાક થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

95 %થી વધુ જમીન પર થયુ વાવેતર
સરકારી રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં સારા વરસાદને પરિણામે અત્યાર સુધી કુલ 95ટકા જમીન પર ખરીફ પાકનું વાવેતર થઈ ચૂક્યુ છે. ઓગસ્ટના અંત સુધી રાજ્યમાં 80 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યુ છે.

પાછલા વર્ષે જે વિસ્તારમાં વાવેતર ન્હોતુ ત્યાં પણ થયુ વાવેતર
આ વર્ષે એ વિસ્તારમાં પણ વાતેવર થયુ જ્યાં ગયા વર્ષે વરસાદના અભાવે ન્હોતુ થયુ. આ વર્ષે ત્યાં ઓછો પણ વરસાદ થયો છે. રાજ્યમાં સામાન્ય ખરીફ વિસ્તાર 84.76 લાખ હેક્ટર છે, જેમાંથી અત્યારે 4 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવાનું બાકી છે.

જળ સંરક્ષણ પરિયોજનામાં નં-1 રહ્યુ ગુજરાત
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાણકારી આપતા જણાવ્યુ કે સુજલામ સુફલામ જળ અભિયાન ક્રાંતિના બે વર્ષ પૂરાં થયા છે. નીતિ આયોગ દ્વારા ઘોષિત જળ પ્રબંધનમાં ગુજરાત આ અભિયાનમાં ત્રીજા વર્ષે પણ પહેલા ક્રમે આવ્યુ છે. એટલે કે રાજ્ય જળ સંરક્ષણ પરિયોજનામાં દેશમાં પ્રથમ નંબરે રહ્યુ છે.

9700 જેટલા સરોવરો વરસાદથી ભરાયા
આંકડા જણાવે છે કે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં બે વર્ષમાં ભારણ ક્ષમતામાં 23,553 લાખ ધન ફૂટનો વધારો થયો છે. એટલું જ નહિં અહીં 97,00 જેટલા સરોવરો છલોછલ થઈ ગયા છે. જ્યારે 5775 ચેકડેમ પણ ભરાઈ ગયા છે.

રાજ્યના 72 જળાશયો પાણીથી છલોછલ
રિપોર્ટ જણાવે છે કે ગુજરાતના 204 જળાશયોમાંથી 72 જળાશયો હાલ છલોછલ ભરેલા છે. જ્યારે અન્ય 62 તેની જળ સંગ્રહ ક્ષમતાના 70થી 100 ટકાની વચ્ચે છે. એનો અર્થ એ કે રાજ્યના તમામ જળાશયો, નદી-નાળા હાલ પાણીથી ભરેલા છે.
આ પણ વાંચો: સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને ટક્કર આપે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, રોજ આટલા ટુરિસ્ટ












Click it and Unblock the Notifications
