આ વર્ષે રૂપાલ પલ્લીમાં પહેલાની જેમ નહીં થાય ઘીનો અભિષેક! જાણો કેમ?

Posted By:
Subscribe to Oneindia News

આ વખતે ગાંધીનગરમાં આવેલા રૂપાલ ગામમાં ઘીનો અભિષેક ખાલી પ્રતીકરૂપે જ કરાશે અને દર વર્ષે જે રીતે ઘીનો અભિષેક થતો હતો તેને બંધ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રૂપાલની પલ્લીમાં લોકો એટલુ બઘુ દી ચઢાવે છે કે ગામમાં ઘીની નહેરો વહેવા લાગે છે. અને ઘીનો કાદવ થઇ જાય છે. વળી વેપારીઓ પણ જુદી જુદી જગ્યાએથી આવીને ઘીના વેચાણના નાના -નાના સ્ટોલ ઉભા કરી દે છે. જેમાં ધણીવાર અખાદ્ય ઘી પણ વેચાય છે.

નવરાત્રી સ્પેશ્યલ: આ જગ્યાઓ પર પુરુષો સ્ત્રી બની કરે છે ગરબા!

જોકે આ વખતે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે માતાજી પર માત્ર પ્રતિક રૂપે થોડું જ ઘી ચઢાવાશે. અને સ્ટોલ ઉપરઘી વેચાણ માટે ફુડ એન્ટ ડ્રગ્સ વિભાગના ડેઝીગ્નેટેડ ઓફિસરની મંજૂરી અથવા રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ જ વેચાણ કરવામાં આવશે. જો મંજૂરી વગર ઘી વેચાશે તો તેમને પકડી કાર્યવાહી કરાશે. તથા વેચનાર વેપારીઓને 5 લાખનો દંડ અને 6 માસની સજા થશે તેમ યાદીમાં જણાવ્યું હતું. ત્યારે આ અંગે વધુ વાંચો અહીં...

સ્થાનિકો આપી સહમતી

સ્થાનિકો આપી સહમતી

ગાંધીનગર જિલ્લાના કલેકટર સતીષ પટેલે જણાવ્યુ હતું કે તેમને ગાર્મીણ આગેવાનો સાથે ઘીના બગાડને જોતા બેઠક કરવામાં આવી હતી. અને તે બાદ બધાની સહમતીથી આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકો પ્રતિક રૂપે ઘી ચડાવી બીજું ઘી મંદિરમાં ચઢાવશે.

ગત વર્ષે 5 લાખ કિલો ઘી

ગત વર્ષે 5 લાખ કિલો ઘી

નોંધનીય છે કે ગત વર્ષે રૂપાલમાં 5 થી 6 લાખ કિલો ઘી ચઢાવવામાં આવ્યું હતું જેના કારણે ગામમાં ઘીની નહેરો વહેવા લાગી હતી. જેને સાફ કરતા 2-3 દિવસો લાગી ગયા હતા.

વિરોધ

વિરોધ

નોંધનીય છે કે આસ્થાની આ વાતમાં કેટલાક લોકોએ ઘીનો આ રીતે થઇ રહેલા બગાડ અંગે વિરોધ નોંધાવ્યો હતો. અને આવી પ્રથા બંધ કરવાની માંગણી પણ ઉઠી હતી. જેના પગલે વિવિધ પાસાઓને જોતા ગ્રામજનોએ પોતાની સહમતી સાથે આ સારો નિર્ણય લીધો છે.

શું છે પરંપરા

શું છે પરંપરા

આ ગામમાં વરદાયી માતાની સુપ્રસિદ્ધ મંદિર આવ્યું છે. જ્યાં માનતા ફળતા લોકો શુદ્ઘ ઘી ચઢાવે છે. નવરાત્રીમાં આઠમ નિમિત્તે અહી આખી રાત ખાસ પૂજા થાય છે. જેમાં ગામના ઘરોમાંથી ટેક્ટર ભરી ઘી લઇ જવામાં આવી છે. અને માતાજી પર તેનો જળાભિષેક કરાય છે. જેને જેવા અનેક લોકો મોટી સંખ્યામાં અહીં આવે છે. ત્યારે આ વર્ષે અહીં ખાલી પ્રતીક સમાન પૂજા કરવામાં આવશે.

English summary
This year no ghee for Rupal palli, Know why.
Please Wait while comments are loading...