અમદાવાદમાં ત્રણ માળની ઇમારત ધરાશાઇ, પાંચના મોત
અમદાવાદ, 26 જુલાઇ : ગુજરાતમાં અમદાવાદમાં આજે સવારે એક ત્રણ માળની નિર્માણાધીન ઇમારત ધરાશાઇ થઇ જતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં એક મહિલા સહિત પાંચ લોકોના મોત નિપજ્યા છે. તથા સાત અન્યને ગંભીર ઇજા પહોંચી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કેટલાંક લોકો હજી પણ કાટમાળમાં ફસાયેલા છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ઘટના કાલુપુર વિસ્તારની ગીચ વસ્તી ધરાવતી ગલીઓમાં આવેલી સોદાગરની પોળમાં બની છે.

ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે ઇમારતમાં ફસાયેલા તમામ લોકોને હેમખેમ બહાર કાઢી લેવાયા છે. જોકે ઘટનાને પગલે સ્થળ પર આવી પહોંચેલા ડેપ્યુટી મ્યુનિસિપાલ કમિશ્નર આઇ આર પટેલે જણાવ્યું કે દુર્ઘટનાગ્રસ્ત ઇમારતનું નિર્માણ ગેરકાયદેસર રીતે કરવામાં આવી રહ્યું હતું. તેમણે જણાવ્યું કે આ ઘટનાની તપાસ કરાવવામાં આવશે.












Click it and Unblock the Notifications
