વાપીમાં ત્રણ માળની ઇમારત પડી, અનેક ફસાયા હોવાની આશંકા

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતના વાપીમાં બુધવારે સાંજે એક ત્રણ માળની ઇમારત પડી જતા અનેક લોકો તેમાં ફસાયા હોવાની આશંકા બની છે. ઉલ્લેખનીય છે કે હાલ પોલીસ અને ફાયર બ્રિગ્રેડની ટીમ ત્યાં બચાવ રાહત કાર્ય કરી રહ્યું છે. પણ ત્રણ માળનું બિલ્ડીંગ અચાનક જ પડી જતા અનેક લોકો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ બિલ્ડીંગ કેવી રીતે પડ્યું તે અંગે વધુ જાણકારી હાલ નથી મળી. સાથે જ તેમાં કેટલા લોકો ફસાયા છે તે અંગે પણ હાલ કોઇ જાણકારી નથી મળી. જો કે અહીં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. અને તે પછી જ આ અંગે વધુ જાણકારી મળવાની સંભાવના છે.

vapi

જો કે વાપીમાં અચાનક જ ત્રણ માળની ઇમારત પડતા આસપાસના લોકોમાં પણ ડરનો માહોલ સર્જાયો હતો. અને આસપાસના લોકો પણ પોતાના ઘરમાંથી બહાર આવી ગયા હતા. જે બાદ સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગ્રેડને જાણ કરવામાં આવી હતી. અને હાલ આ ઇમારતનો કાટમાળ હટાવી લોકોને બચાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. 

English summary
A three-storey building collapsed in Vapi, several people feared trapped inside.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.