ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવાના મામલે 1 વર્ષનો વધારો

Subscribe to Oneindia News

રાજ્ય સરકાર દ્વારા ઈમ્પેક્ટ ફી મુદ્દતમાં વધુ એક વર્ષનો વધારો કર્યો છે, રાજ્યભરના મહાનગરોમાં બાંધવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરવા માટે 28 માર્ચ 2011ના રોજ બહાર પડેલ ઈમ્પેક્ટના કાયદામાં વધુ એક વર્ષની મુદ્દતમાં વધારો કરી દેવામાં આવ્યો છે. વિધાનસભના સત્રના અંતિમ દિવસે સરકાર તરફથી ઈમ્પેક્ટ હેઠળ અરજીઓ ના નિકાલ કરવા માટે સમય મર્યાદા વધારી દીધી છે.

gujarat

રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર રાજકોટ સહીતના મહાનગરોમાં ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરવા માટે કરેલી અરજીઓના નિકાલ માટે 31 માર્ચ સુધી સમયમાં વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ખાલી અમદાવાદ મહાનનગર પાલિકાના વિસ્તારમાં 5 લાખથી વધુ ગેરકાયદેસર બાંધકામો બંધાઈ ગયા છે. ગેરકાયદેસર બાંધકામના સામે નિયમિત બાંધકામ કરવા માટે અરજીઓ ઓછી મળી હોવાથી અગાઉ પણ મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો હતો. અને આ વર્ષે પણ વધુ એક વર્ષનો વધારો કરી દેવાયો છે

English summary
To regularise illegal construction case government one more year.
Please Wait while comments are loading...