હરેન પંડયા મર્ડર કેસઃ આજે સુપ્રીમ કોર્ટ ફેસલો સંભળાવશે
હરેન પંડયા મર્ડર કેસઃ આજે સુપ્રીમ કોર્ટ ફેસલો સંભળાવશે
નવી દિલ્હીઃ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યાકાંડ મામલે સીબીઆઈની અરજી પર આજે સુપ્રીમ કોર્ટ પોતાનો ફેસલો સંભળાવશે. શુક્રવારે દેશની સર્વોચ્ચ અદાલમાં આ મામલે છોડી મૂકવામાં આવેલ આરોપીઓ પર ફેસલો સંભળાવવામાં આવશે. જણાવી દઈએ કે ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2003માં ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યાકાંડ મામલે આરોપીઓને છોડી મૂક્યા હતા, જે બાદ હવે મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે.

ગુજરાત હાઈકોર્ટે આ મામલે સીબીઆઈને ફટકાર લગાવતા તપાસ તપાસ પ્રક્રિયામાં ઉણપ જાણી હતી. જ્યારે અગાઉ સેશન કોર્ટે આરોપીઓને હત્યા અને અપરાધિક ષડયંત્રના દોષિત માન્યા હતા. હાઈકોર્ટના ફેસલાને સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સીબીઆઈએ 2012માં સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો, જે બાદ અપીલ દાખલ થયાના સાત વર્ષ બાદ હવે શુક્રવારે સુપ્રીમ કોર્ટ આ મામલે ફેસલો સંભળાવશે.
ઉલ્લેખનીય છે કે તત્કાલીન ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા 2003માં કરવામાં આવી. એ સમયે ગુજરાતમાં નરેન્દ્ર મોદીની સરકાર હતી. 26 માર્ચ 2003ના રોજ મોર્નિંગ વોક કરતી વખતે અમદાવાદના લૉ ગાર્ડન વિસ્તારમાં ગોળી મારી તેમની હત્યા કરી દેવામાં આવી હતી.
આ પણ વાંચો- ગુજરાતમાં રાજ્યસભાની પેટાચૂંટણી, કોંગ્રેસના ધારાસભ્યો ગાંધીનગર રવાના












Click it and Unblock the Notifications
