નોટબંધી બાદ રાજકોટમાં ચાલે છે જૂની નોટોની હેરાફેરી

Subscribe to Oneindia News

રાજકોટ માં પુનિતનગર વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે બે શખ્સોને 500 અને 1000નાં દરની જૂની નોટો સાથે બે વ્યક્તિઓને ઝડપી લીધા છે. રાજકોટમાં પુનિતનગરમાં સૌરાષ્ટ્ર બિલ્ડર નામની પેઢીમાંથી ઝડપી લેવામાં આવ્યા. આ બંન્ને વ્યક્તિઓ કમિશનથી જુની નોટોને નવી નોટોમાં બદલી આપતા હોવાની બાતમી મળતા સૌરાષ્ટ્ર બિલ્ડરની પેઢી પર પહોંચ્યા હતા.

rajkot

નોટો બદલવાનું આ કૌંભાડ મુંબઇ થી ચાલતું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આ બંને વ્યક્તિઓના નામ જયપ્રકાશ રાજેશભાઇ પટેલ અને અલીમહમદ રજાક શેખ છે, જે પુનિતનગર સોસાયટીમાં આવેલી સૌરાષ્ટ્ર બિલ્ડર નામની ઓફિસમાં નોટબંધી બાદ કમિશનથી રદ્દ થયેલી નોટોને નવી નોટોમાં બદલી આપવાનો ધંધો ચાલવતા હતા.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે પુનિતનગરની સૌરાષ્ટ્ર બિલ્ડરની ઓફિસમાં બે શખ્સો પાસે જૂની નોટો છે. જેને આધારે પોલીસે રેડ કરી હતી અને આ બંન્ને વ્યક્તિઓને રૂપીયા 17.55 લાખ સાથે ઝડપી પાડ્યા હતા.

old currency

પોલીસે આ બંન્ને શખ્સો પાસેથી ચલણમાંથી રદ્દ થયેલી 1 હજારની દરની 423 અને 500નાં દરની 2704 નોટ કબજે કરી આઇટી વિભાગને જાણ કરી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ બંન્ને શખ્સોએ પોલીસને જણાવ્યું હતું કે, નોટબંધી બાદ રૂપીયા 500 અને એક હજારનાં દરની રદ્દ થયેલી ચલણી નોટોને નવી નોટોમાં બદલી આપવા માટે 50 ટકા કમિશનથી હેરાફેરી કરતા હતા.

અહીં વાંચો - વિધાનસભા ગૃહમાં ફરી થઇ ધમાલ, શાસક-વિપક્ષ વચ્ચે ઝપાઝપી

આ વ્યક્તિઓની સાથે મુંબઇનો અન્ય એક વ્યક્તિ સંડોવાયેલો છે. જો કે, તે વ્યક્તિ આ બંન્ને શખ્સોને નોટની અદલા-બદલી કરી આપતો હતો. આ બંન્ને શખ્સો 50 ટકા કમિશનની લાલચમાં મુંબઇનાં શખ્સ સાથે મળીને આ કૌંભાડ આચર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ આ બન્નેના રિમાન્ડ લઇ વધુ પુછપરછ હાથ ધરવાની તજવીજ ચાલુ કરી છે.

English summary
Two arrested trafficking old notes in Rajkot.
Please Wait while comments are loading...