For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્રને ફક્ત 'મામા-ભાણીયા'ની ચિંતા છે: નરેન્દ્ર મોદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

દેવડા, 6 મે: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર ડેમ પર દરવાજાઓના નિર્માણની રાજ્ય સરકારની માંગણીને કથિત રીતે નજરઅંદાજ કરવા બદલ કેન્દ્ર સરકારની ટીકા કરી હતી.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કેન્દ્ર ફક્ત 'મામા-ભાણીયા'ની ચિંતા છે. નરેન્દ્ર મોદીએ રાજકોટથી લગભગ 75 કિલોમીટર દૂર દેવડા શહેરમાં રેલીને સંબોધિત કરતાં કહ્યું હતું કે મેં પુરૂષોત્તમ રૂપાલા અને લાલકૃષ્ણ અડવાણી સહિત (ભાજપ)ના નેતાઓ સાથે વડાપ્રધાન મનમોહન સિંહ સાથે લગભગ 25 વખત સરદાર સરોવર ડેમ પર દરવાજાના નિર્માણ કરવા માટે આગ્રહ કર્યો હતો, પરંતુ તેમને કોઇ ધ્યાન આપ્યું નથી.

narendra-modi

તેમને રેલવે મંત્રી પવન બંસલના ભાણીયાની કથિત સંડોવણીવાળા લાંચકાંડના મુદ્દે ઇશારો કરતાં કહ્યું હતું કે દરવાજાનું નિર્માણ કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં પાણીના સંકટની સમસ્યાનું નિવારણ થઇ શકે છે પરંતું કોંગ્રેસને પોતાના શાસનવાળા રાજ્યોની પણ ચિંતા નથી. તે ફક્ત મામાઓ અને ભાણીયાઓની ચિંતામાં છે. જુઓ ભાણીયાઓ પણ આ ખેલમાં કેવી રીતે સામેલ થઇ ગયા.

English summary
Narendra Modi today slammed the Union government for allegedly ignoring the state government's demand about construction of gates at Sardar Sarovar Narmada dam, and said the Centre was only concerned about "nephews and uncles".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X