For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાઇબ્રન્ટ ગુજરાત સમિટઃ યુએસ બનશે આઠમી પાર્ટનર કન્ટ્રી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 4 નવેમ્બરઃ 11-13 જાન્યુઆરી 2015 દરમિયાન ગાંધીનગરના મહાત્મા ગાંધી મંદિર ખાતે યોજાનારા વાયબ્રન્ટ ગુજરાત સમિટ મેગા ઇવેન્ટ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે અને હવે તેમાં આઠમા પાર્ટનર દેશ તરીકે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા પણ જોડાયું છે. રાજ્ય સરકારે કહ્યું છેકે, યુએસ આ સમિટમાં પાર્ટનર કન્ટ્રી બનવા માટે રાજી થઇ ગયું છે. રાજ્ય સરકાર અનુસાર ભારતના યુએસ એમ્બેસેડર કેથલીન સ્ટેફને લખ્યું છેકે તેઓ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના ઇવેન્ટ દરમિયાન પાર્ટનર કન્ટ્રી બનવાના આમંત્રણનો સ્વીકાર કરે છે.

vibrent-summit-2015
યુએસના કોન્સલ જનરલ થોમસ વાજડાએ જાહેર કર્યું હતું કે 2015માં યુએસ ભાગીદાર બની શકે છે. તેમણે કહ્યું હતું કે આ ભાગીદારી બન્ને દેશો વચ્ચેના વ્યાપાર અને સંબંધનો વધુ મજબૂત બનાવશે. યુએસ દ્વારા આપવામાં આવેલી ઓફર બાદ સરકારે કહ્યું હતું કે તેના પર વિચાર કરવામાં આવી રહ્યું છે. સોમવારે સરકાર દ્વારા જણાવવામાં આવ્યું કે, ગુજરાતે યુએસને પાર્ટનર બનવા માટેનું આમંત્રણ આપ્યું હતું, જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર અનુસાર અમેરિકન એમ્બેસેડર અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ વચ્ચે 20 ઑગસ્ટના રોજ થયેલી બેઠક દરમિયાન યુએસ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં પાર્ટનર બને એ અંગે નિર્ણય લેવાયો હતો. યુકે, કેનેડા, જાપાન, ધ નેધરલેન્ડ્સ, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા બાદ યુએસ આઠમો દેશ છે જે આ ઇવેન્ટમાં પાર્ટનર કન્ટ્રી બનશે. રાજ્ય સરકારે વધુમાં જણાવ્યું છેકે, યુએસ સમિટનમાં ટ્રેડ શો સેટ અપ કરશે અને કન્ટ્રી સેમિનારને હોસ્ટ કરશે. આ સમિટ દરમિયાન વિશ્વની સૌથી મોટી ઇકોનોમી પ્રવાસન અને શિક્ષણ ક્ષેત્રની તકો પર પ્રકાશ પાડશે.

નોંધનીય છેકે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદે લાંબા સમય સુધી રહ્યાં તે દરમિયાન યુએસ દ્વારા તેમને વિઝા આપવામાં આવ્યા નહોતા. પરંતુ નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા અને દેશના વડાપ્રધાન હોવાના નાતે યુએસ પ્રેસિડેન્ટ બરાક ઓબામાના આમંત્રણ પર તેમણે ગત સપ્ટેમ્બર મહિનામાં યુએસની મુલાકાત લીધી હતી અને બરાક ઓબામાને મળ્યા હતા. મોદીની યુએસ મુલાકાત બાદ ભારતના યુએસ એમ્બેસેડર કેથલીન સ્ટેફને ગુજરાત સરકારના આમંત્રણનો સ્વીકાર કર્યો હતો.

યુએસ પાર્ટનર કન્ટ્રી બનતા ગુજરાતને થનારા ફાયદા
વાઇબ્રન્ટ સમિટમાં યુએસ પાર્ટનર કન્ટ્રી બનવાથી ગુજરાતને અનેક ફાયદા થવના છે. ઔદ્યોગિક રોકાણો અને શિક્ષણ ક્ષેત્રે અમેરિકા ગુજરાતનું સહભાગી થયેલું છે. ત્યારે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સના મેન્યુફેક્ચરિંગ એક્સ્ટેન્શન પાર્ટનરશિપ કાર્યક્રમ અંતર્ગત અમેરિકામાં અભ્યાસ સંશોધનમાં ખાનગી ક્ષેત્રે લેબર વર્કફોર્સ તથા સ્કિલ ડેવલોપમેન્ટ નિર્માણમાં નવા આયોમો જોડાઇ શકે છે.

English summary
The United States of America will be the eighth partner country for the Vibrant Gujarat Summit of 2015.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X