ઓખીથી અમદાવાદ અને અમરેલીમાં વરસાદ

Subscribe to Oneindia News

ઓખી વાવાઝોડું નબળું પડ્યુ છે પરંતુ તેની અસર ગુજરાતમાં વર્તાવા લાગી છે અને વાદળ છાયા વાતાવણ વચ્ચે અમરેલી તથા અમદાવાદના આસપાસના વિસ્તારોમાં છાંટા પડ્યા હતા અને કેટલાક ઠેકાણે માવઠા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે ઓખી વાવાઝોડું પ્રર્તિ કલાક 14થી 15 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે ઉમેર્યુ હતું કે આ વાવાઝોડાની અસર હેઠળ આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ તેમજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.આ અસર હેઠળ અમરેલી અને આસપાસના વિસ્તારોમાં છાંટા પડવાથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

Rain

તેમજ સેટેલાઇટ ઇમેજ પ્રમાણે વાવાઝોડુ મુંબઇના દરિયા કિનારાથી 810 કિલોમીટર અને સુરતના દરિયાકિનારાથી 1000 કિલોમીટર દૂર છે. વેરી સિવિયર સાયકલોન ઓખીના કારણે તેના કેન્દ્રની આસપાસ 130થી 140 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. આ વાવાઝોડુ આગળ વધીને નબળું પડશે.સાથે જ અમદાવાદમાં પણ આજે સવારથી જ વાદળ છાયું અને માવઠા જેવું વાતાવરણ સર્જાયું છે.

English summary
Weather Report : Rain in Amreli. Read here more on this

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.