આજે આનંદીબહેન અને હાર્દિક સુરતમાં આમને સામને, પાટીદારો જોશમાં
એક બાજુ જ્યાં હાર્દિક પટેલ આજે સુરતની લાજપોર જેલમાંથી શરતી જામીન પર મુક્ત થવાનો છે ત્યારે જોગાનુજોગ ગુજરાતના મુખ્યમંત્રી પણ આજે સુરત કોર્પોરેશનના એક કાર્યક્રમમાં હાજર રહેવા છે. આમ ફરી એક વાર ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને હાર્દિક પટેલ સુરતમાં આમને સામને જોવા મળશે.
નોંધનીય છે કે પાટીદારોએ હાર્દિકના સ્વાગત માટે સવારથી જ લાજપોર જેલ સામે ઉમટી રહ્યા છે અને શણગારેલા ખટારામાં "ગબ્બર ઇજ બેક જય સરદાર જય પાટીદારના નારા" લગાવી રહ્યા હતા. આ એક માત્ર સંયોગ જ છે કે આજે હાર્દિકનો મુક્તિ દિવસ છે અને આનંદીબહેન પણ સુરતમાં છે.

ત્યારે સુરક્ષાના પગલે પોલીસે ચાંપતો બંદબદોબસ્ત કરી દીધો છે. ત્યારે જોવાનું તે રહે છે કે આ જોગાનુંજોગના કારણે શું આનંદીબેન અને હાર્દિક પટેલ વચ્ચે કોઇ શાબ્દિક વાદવિવાદ થાય છે કે કેમ તે હવે જોવાનું રહેશે.












Click it and Unblock the Notifications
