• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તો ગુજરાતની કમાન કોણ સંભાળશે?

By Kumar Dushyant
|

ગાંધીનગર, 20 જૂન: લોકસભા ચૂંટણી 2014ને ધ્યાનમાં રાખતાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાજપાની ચૂંટણી અભિયાન સમિતિના પ્રમુખ બનાવ્યા બાદ અટકળોનું બજાર ગરમ થઇ ગઇ છે કે નરેન્દ્ર મોદી સંભવિત ઉત્તરાધિકારી કોણ હશે. જો કે પાર્ટી નેતૃત્વએ આ મુદ્દે મૌન પાળેલું છે. પરંતુ નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી તરીકે જે ત્રણ પ્રબળ દાવેદારો નામ સૌથી ઉપર છે તેમાં મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલ, નાણાંમંત્રી નિતિન પટેલ અને ઉર્જા મંત્રી સૌરભ પટેલના નામનો સમાવેશ થાય છે.

ગુજરાત ભાજપ નેતા આર સી ફળદૂનું કહેવું છે કે 'સરકાર અને પાર્ટીના કામ કરવાની પદ્ધતિ કંઇક એવી છે કે નરેન્દ્ર મોદીની ગેરહાજરી હોવાછતાં રાજ્યમાં બધું જ વ્યવસ્થિત ચાલતું રહેશે. અમારા નેતાઓ વચ્ચે શક્તિઓનું વિકેન્દ્રીકરણ સંતુલિત તરીકેથી કરવામાં આવે છે. જો કે રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ગુજરાતમાં બીજી પંક્તિનું કોઇ નેતૃત્વ નથી કારણ કે નરેન્દ્ર મોદીએ પોતાની નિરંકુશ કાર્યપ્રણાલીના માધ્યમથી ભાજપાના કેડર સિસ્ટમને ખતમ કરી દિધી છે. તેમનું માનવું છે કે નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રીનું પદ ત્યાં સુધી નહી છોડે જ્યાં સુધી તેમને વડાપ્રધાન કે પછી રાષ્ટ્રીય સ્તર પર ભાજપા અધ્યક્ષ જેવું મોટું પદ ન મળી જાય.

તેમછતાં જ્યાં સુધી નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારીનો સવાલ છે તો 71 વર્ષીય આનંદીબેન પટેલ સૌથી પ્રબળ અને સશક્ત દાવેદાર છે કારણ કે તે નરેન્દ્ર મોદીના સૌથી વિશ્વાસુ માનવામાં આવે છે. આનંદીબેન પટેલ વિશે કહેવામાં આવે છે કે તેમનો અધિકારીઓ પર ખાસ્સો એવો પ્રભાવ છે. તેમને શક્તિશાળી પટેલ સમુદાયનું પણ ભારે સમર્થન છે. આનંદીબેન પટેલ હાલ મહેસૂલ, શહેરી વિકાસ, માર્ગ અને મકાન, ભૂમિ સુધારણ, પુનર્વસન અને પુન: નિર્માણ અને આવાસ વિભાગ જેવી જવાબદારીઓ સંભાળી રહ્યાં છે.

નિતિન પટેલને પણ રાજકારણ અને વહીવટીતંત્રનો બહોળો અનુભવ છે અને તેમનામાં સામુદાયિક નેતૃત્વની ક્ષમતા છે. તે 1995માં પ્રથમવાર ભાજપા સરકાર અને કેશુભાઇ પટેલના કાર્યકાળ દરમિયાન સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકે સેવા ચૂક્યાં છે. જો કે હાલમાં નિતિન પટેલના હાથમાં નાણાં, પરિવાર કલ્યાણ અને પરિવહન વિભાગની કમાન છે. કહેવામાં આવે છે કે તેમનું રાજ્યની સૌથી તાકતવાન લોબી તેલ ઉત્પાદકોમાં સારો એવો પ્રભાવ છે.

ઉર્જા મંત્રી સૌરભ પટેલે અમેરિકામાં એમબીએનો અભ્યાસ પૂરો કર્યો છે અને તે શરૂથી જ નરેન્દ્ર મોદીના વફાદાર રહ્યાં છે. તે 1998થી ગુજરાત વિધાનસભાના સભ્ય રહ્યાં છે. 2001માં જ્યારે કેશુભાઇ પટેલના હાથમાંથી રાજ્યની સત્તા નરેન્દ્ર મોદીના પાસે ગઇ ત્યારથી તે મંત્રી રહ્યાં છે. લગભગ 55 વર્ષીય સૌરભ પટેલને 2012ની વિધાનસભાની ચૂંટણી બાદ રાજ્યમંત્રીમાંથી બઢતી આપીને કેબિનેટનો દરજ્જો આપવામાં આવ્યો.

ધીરૂભાઇ અંબાણીના મોટાભાઇ રમણીકભાઇ અંબાણીના જમાઇ સૌરભ પટેલ એક અનુભવી મંત્રી રહ્યાં છે અને તેમને વહિવટીતંત્ર સાથે સંકળાયેલા મુદ્દાઓ અંગેની સઘળી જાણકારી છે. જે પ્રમાણે નરેન્દ્ર મોદી ઝડપથી પ્રગતિ કરી રહ્યાં છે ઠીક તે જ પ્રમાણે સરકારમાં સૌરભ પટેલનું કદ પણ ઝડપથી વધી રહ્યું છે. સૌરભ પટેલ પાસે હાલ ઉર્જા અને પેટ્રોકેમિકલ, ખાણ અને ખનીજ, કુટિર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, પ્રિંટિંગ, સ્ટેશનરી, પર્યટન, નાગરિક વિમાનન તથા શ્રમ અને રોજગાર વિભાગની જવાબદારી છે.

English summary
Narendra Modi’s anointment as the chief of BJP’s 2014 election campaign committee has led to questions as to who will succeed the Chief Minister in Gujarat once he is named the party’s prime ministerial candidate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more